મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન

મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન
મુંબઈમાં કોરોનાનો કહેર

મોટાભાગના તેવા લોકોને જ ઓક્સિજન સપોર્ટ અથવા વધારાની સંભાળની જરૂર છે, જેમણે તેમનું રસીકરણ કરાવ્યું નથી. મોટાભાગના લોકો કે જેમને ઓક્સિજન સપોર્ટની જરૂર છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 08, 2022 | 6:12 PM

મુંબઈમાં, ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ એવા છે જેમણે રસીનો (Corona vaccination in mumbai) ડોઝ લીધો ન હતો. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા રજૂ કરાયેલા ડેટા પરથી આ વાત સામે આવી છે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે કોરોનાથી સંક્રમિત મોટાભાગના એવા જ લોકોને ઓક્સિજન સપોર્ટ અથવા વધુ કાળજીની જરૂર હોય છે. જેમણે પોતાનું રસીકરણ કરાવ્યું નથી. મોટાભાગના લોકો કે જેમને ઓક્સિજન સપોર્ટની જરૂર છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે.

એટલે કે, ઓક્સિજન સપોર્ટ પર રસી લીધા વગરના દર્દીઓની વધુ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે જેઓએ રસી નથી લીધી તેમને કોરોનાનું જોખમ વધુ છે. મુંબઈમાં વધી રહેલા કોરોના કેસોની તપાસમાં આ ખુલાસાને લઈને BMC કમિશનર ઈકબાલ સિંહ (Iqbal Singh Chahal) ચહલે કહ્યું કે, ‘ઓક્સિજન બેડ પર દાખલ કરાયેલા કોરોના દર્દીઓમાંથી 96 ટકા એવા છે જેમણે રસી લીધી નથી. આમાંથી, માત્ર 4 ટકા જ એવા દર્દીઓ છે જેમણે રસીનો ડોઝ લીધો હતો, તેમ છતાં તેમને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી’.

મુંબઈમાં સતત 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.

મુંબઈમાં સતત 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈમાં લોકડાઉનની આશંકા પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે, 20 હજાર કોરોના કેસમાંથી માત્ર 1980 લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 110 લોકો ઓક્સિજન બેડ પર છે. મુંબઈમાં 35 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી 5999 બેડ ભરાઈ ગયા છે. એટલે કે હાલમાં 84 ટકા બેડ ખાલી છે. ઓક્સિજનની માંગ પણ નહિવત્ છે. આવી સ્થિતિમાં હાલ લોકડાઉનની જરૂર નથી.

‘જ્યાં રસીકરણ ઓછું હશે ત્યાં સંક્રમણ વધશે’

મુંબઈની વસ્તી 1 કરોડ 50 લાખ છે. જેમાંથી અત્યાર સુધીમાં 108 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકામાં હાલ કોરોનાની લહેર પાંચ અઠવાડીયામાં કાબુમાં આવી ગઈ હતી. અમે હાલમાં ત્રીજા સપ્તાહમાં છીએ. મને વિશ્વાસ છે કે આગામી 10 દિવસમાં કોરોનાના કેસમાં ઘટાડો થશે. અમે અમારા 108 ટકા રસીકરણને કારણે વર્તમાન સંક્રમણનો સારી રીતે સામનો કરવામાં સક્ષમ છીએ. પરંતુ જ્યાં રસીકરણની ગતિ ઓછી હશે ત્યાં ફેબ્રુઆરી-માર્ચમાં કોરોનાની અસર વધુ જોવા મળશે.

‘મુંબઈમાં રસીકરણ 108 ટકા છે, તેથી ચિંતાજનક સ્થિતિ નથી’

BMC કમિશનરે કહ્યું કે, ‘કોરોના સંક્રમિતોની સંખ્યા હાલ બહુ વધારે મહત્વ રાખતી નથી. સંક્રમિતોની સંખ્યાને બદલે, બેડની ઉપલબ્ધતા, ઓક્સિજનની માંગને નિયંત્રિત કરવી જરૂરી છે. સંક્રમિત લોકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધવા લાગે અને ઓક્સિજનની માંગ વધવા લાગે, તો નિયંત્રણો વધુ કડક કરવાની અથવા લોકડાઉન લાદવાની જરૂરિયાત અનુભવાશે. હાલમાં, લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ રસીકરણની અસરને કારણે તેઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. તેમને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર જણાતી નથી. તેથી જ લોકડાઉનનો સમય હજુ આવ્યો નથી.’

આ પણ વાંચો :  Maharashtra : ભાજપના આ ધારાસભ્યને મારી નાખવાની મળી ધમકી, ગૃહ પ્રધાનને પત્ર લખી તપાસની કરી માંગ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati