કોરોના બ્લાસ્ટ: દિલ્હી પોલીસના 300 થી વધુ કર્મચારીઓ કોવિડ 19 પોઝિટિવ

દિલ્લીમાં કોરોનાની ત્રીજી લહેરના કેસ સામે આવ્યા બાદ, અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના (Corona in Delhi) સંક્રમણને કારણે 25 હજાર 160 લોકોના મોત થયા છે. 1800 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

કોરોના બ્લાસ્ટ: દિલ્હી પોલીસના 300 થી વધુ કર્મચારીઓ કોવિડ 19 પોઝિટિવ
Delhi Police (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:11 AM

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના (Corona virus) કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી પોલીસના (Delhi Police) 300 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની (Corona) ઝપેટમાં આવ્યા હતા, જેમાં જનસંપર્ક અધિકારી અને એડિશનલ કમિશનર સહીતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ હેડક્વાર્ટર સહિત તમામ એકમો અને તમામ પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય કે રવિવારે છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં કોરોના વાયરસના 22 હજાર 751 નવા કેસ સામે આવ્યા છે.

દિલ્લીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં સકારાત્મકતા દર 23.53 ટકા પર પહોંચી ગયો છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં 15 લાખ 49 હજાર 730 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 60 હજાર 733 રહી છે. રવિવારે 10 હજાર 179 લોકો સ્વસ્થ થયા. આ સાથે દિલ્હીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 14 લાખ 63 હજાર 837 થઈ ગઈ છે.

આ સિવાય રવિવારે કોરોનાને કારણે 17 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે  મૃત્યુના નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં દિલ્હીમાં કોરોના (Corona in Delhi) સંક્રમણને કારણે 25 હજાર 160 લોકોના મોત થયા છે. 1800 દર્દીઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે દિલ્હી પોલીસમાં (Delhi Police) 80 હજારથી વધુ જવાનો છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પોલીસ કર્મચારીઓમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ( Standard operating procedure – SOP) જાહેર કરી હતી. એસઓપી મુજબ, તમામ પોલીસ કર્મચારીઓએ ફરજ પર હોય ત્યારે ચહેરા પર માસ્ક પહેરવા જોઈએ, સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ અને હાથને યોગ્ય રીતે ધોવા અથવા સેનિટાઈઝ કરવા જોઈએ.

કેન્દ્ર સરકારે કોરોના વોરિયર્સને કોરોના રસીનો સાવચેતી ડોઝ આપવાનુ નક્કી કર્યુ છે. જેમાં આરોગ્ય સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને સાવચેતી ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 1.79 લાખ કેસ, 65 ટકા નવા કેસ માત્ર 5 રાજ્યમાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર

આ પણ વાંચોઃ

Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

g clip-path="url(#clip0_868_265)">