Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા

હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 46ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ થવાની ધારણા છે. ત્યારે આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા જશે અને ઘાયલોને મળશે.

Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા
Odisha Train Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:04 AM

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેકને રિપેર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 46ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ થવાની ધારણા છે. ત્યારે આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા જશે અને ઘાયલોને મળશે.

આ પણ વાંચો: World Environment Day 2023 : કચ્છમાં ચેરના જંગલમાં બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કરાશે, જુઓ Video

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર રાતોરાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાલાસોરમાં એક હજારથી વધુ મજૂરો આખી રાત કાટમાળ હટાવતા રહ્યા. રેલવે મંત્રીએ કાટમાળ હટાવવાના કામમાં લાગેલા કર્મચારીઓને માર્ગદર્શિકા આપી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

7 પોલ્કેન મશીન, 5 જેસીબી અને 2 મોટી ક્રેઈનથી કાટમાળ હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. શનિવારે રાત્રે એક તરફ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તો બીજી તરફ પાટા નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. શક્ય તેટલી વહેલી તકે ટ્રેન સેવાઓ સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. ત્યારે અકસ્માત બાદ કુલ 1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 793 લોકોને રજા આપવામાં આવી છે જ્યારે 382 લોકોની સારવાર ચાલી રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, બે લોકોની હાલત પણ ગંભીર છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. બંને એક્સપ્રેસ ટ્રેનો આરક્ષિત ટિકિટ સાથે 2,200 થી વધુ મુસાફરોને લઈ જતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગલા દિવસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં પીડિતોને પણ મળ્યા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ કેસમાં દોષિતોને છોડવામાં આવશે નહીં. ત્યારે સરકાર ઘાયલોને સંભવિત મદદ માટે ઊભી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">