AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Environment Day 2023 : કચ્છમાં ચેરના જંગલમાં બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કરાશે, જુઓ Video

World Environment Day 2023 :5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવશે. જેમાં દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લામાં ચાર સ્થળો પર આ કાર્યક્રમની ઉજવણી હેઠળ ચેરીયાનું વાવેતર હાથ ધરાશે.

Jay Dave
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:20 AM
Share

World Environment Day 2023 : MISHTI યોજના હેઠળ 5  જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે વડા પ્રધાનના (PM Modi) હસ્તે દેશભરમાં 75 સ્થળ પર ચેરના વાવેતરનો પ્રારંભ કરાશે જેમાં કચ્છના(Kutch) ચાર સ્થળનો સમાવેશ કરવામા આવ્યો છે. ગુજરાતના કુલ ચેરના જંગલ વિસ્તાર પૈકીનો 68 ટકા વિસ્તાર કચ્છમાં આવેલો છે. જેમા વનવિભાગે ચેરની વધુ બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કર્યુ છે.

ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા

અંગ્રેજી ભાષામાં મેન્ગૃવ તરીકે ઓળખાતા વનસ્પતિ સમૂહ એટલે ચેરીયાના જંગલો ગુજરાતમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલા છે. આ ચેરના જંગલો પર્યાવરણના રક્ષણમાં મજબૂત પહેરદારની ભૂમિકા ભજવે છે.તે દરિયાઇ જીવસૃષ્ટિ માટે તો ફાયદાકારક છે પરંતુ કુદરતી આફતોને રોકવામાં પણ મદદગાર હોવાથી વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ દરમિયાન કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દરિયા કિનારાના રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારોમાં ચેરના વાવેતર બાબતની MISHTI (Mangrove Initiative For Shoreline Habitats and Tangible Incomes) યોજનાની જાહેરાત કરવામાં આવેલી હતી.

દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે

જે અતંર્ગત 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી આ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવશે. જેમાં દેશભરમાં ૭૫ સ્થળો પર ચેરનું વાવેતર કરવામાં આવશે. જેમાં કચ્છ જિલ્લામાં ચાર સ્થળો પર આ કાર્યક્રમની ઉજવણી હેઠળ ચેરીયાનું વાવેતર હાથ ધરાશે.આ વાવેતરની કામગીરીમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સુરક્ષા દળો, જન પ્રતિનિધિઓ વગેરેને જોડવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં પણ 25 અલગ અલગ જગ્યાઓ પર આ દિવસે ચેરનું વાવેતર

આ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ 25 અલગ અલગ જગ્યાઓ પર આ દિવસે ચેરનું વાવેતર કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ ૨૫ જગ્યાઓ પૈકી કચ્છ જિલ્લામાં પણ ચાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લખપત તાલુકાના કોટેશ્વર, રોડાસર-લક્કી , અબડાસા તાલુકાનું જખૌ તથા મુંદરા તાલુકાના ઝરપરાનો સમાવેશ થાય છે.

કચ્છનું   સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન

જો ચેરીયાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો ૧૧૭૫ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે. ગુજરાતના કુલ ચેરના જંગલોના વિસ્તાર પૈકીનો આશરે ૬૮ ટકા વિસ્તાર એટલે કે ૭૯૮.૭૪ ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. આમ કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર છે. આમ, સમગ્ર દેશમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૧ના રિપોર્ટ મુજબ કુલ ૪૯૯૨ ચો. કિ.મી.માં ચેરના જંગલો ફેલાયેલા છે.

કચ્છમાં ત્રણ પ્રકારના ચેરની હાજરી

ચેરના વૃક્ષો મોટાભાગે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતાવાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે. આ વૃક્ષો આ ઉપરાંત નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે. કચ્છના દરિયા કિનારાના તથા ક્રીક વિસ્તારોમાં કુદરતી રીતે એવિસિનીયા મરીના પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા પાછલા થોડા વર્ષોમાં આ વિસ્તારોમાં ચેરની બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટલ નું વાવેતર કરતા હાલ થોડા પ્રમાણમાં આ બંને પ્રજાતિની પણ હાજરી નોંધાયેલી છે.

પર્યાવરણ અને જીવસૃષ્ટિના રક્ષણમાં ચેરની ભુમિકા

દરિયા કિનારે વસતા જન સમૂહો માટે ચેરના વૃક્ષો આશીર્વાદ સમાન છે. ચેરના વૃક્ષો દરિયા કિનારાનું ધોવાણ થતું અટકાવે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષો ચક્રવાત તથા સુનામી જેવી કુદરતી આફતો સામે ઢાલ તરીકે વર્તીને કિનારાના વિસ્તારોમાં નુકસાનની તીવ્રતાઓ ઘટાડે છે. આ ઉપરાંત ચેરના વૃક્ષોનું લાકડું સ્થાનિકો માટે બળતણ સ્ત્રોત તથા પશુઓના ખોરાકની પૂર્તિ તરીકે પણ વિશેષ રૂપે ઉપયોગી છે.

માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન

ચેર વિસ્તાર અલગ અલગ જૈવ વિવિધતા માટે ઉચ્ચકક્ષાનું આશ્રયસ્થાન છે. ચેર વિસ્તારોમાં શિયાળ, જંગલી ભૂંડ જેવા સસ્તન પ્રાણીઓની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓની હાજરી જોવા મળે છે, આવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગતી શેવાળ, જીવાતો, નાની માછલીઓ વગેરે પક્ષીઓ માટેનો ખૂબ મહત્વનો ખોરાક છે. આ ઉપરાંત ચેર વિસ્તારોમાં મડસ્કીપર, કરચલા પણ જોવા મળે છે. સમૃદ્ધ ચેર વિસ્તારોમાં માછલીઓનું પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોવાથી માછીમાર સમૂહ માટે ચેર વિસ્તારો આશીર્વાદ સમાન છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">