LAC પર વિવાદ પણ ભારત સાથે વેપાર વધારવાના મૂડમાં ચીન, ચીનના રાજદૂતે છલકાવ્યો પ્રેમ

|

Oct 26, 2022 | 8:36 AM

તેમની વિદાય પાર્ટીમાં ચીનના રાજદૂતે(Ambassador of China) પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે ગલવાન ખીણ અથડામણ, LAC વિવાદ પર કંઈ ન કહ્યું, પરંતુ નિશ્ચિતપણે સંકેત આપ્યો કે બંને દેશોએ તેમના સંબંધો વધારવા જોઈએ. એટલે કે તમે એક તરફ ઘૂસણખોરી કરો છો અને બીજી બાજુ વેપાર કરો.

LAC પર વિવાદ પણ ભારત સાથે વેપાર વધારવાના મૂડમાં ચીન, ચીનના રાજદૂતે છલકાવ્યો પ્રેમ
Sun Widong, Ambassador of China to India

Follow us on

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગે (Chinese Ambassador Sun Widong)મંગળવારે તેમના વિદાય સમારોહમાં કહ્યું હતું કે પડોશીઓ તરીકે ચીન (China)અને ભારત માટે કેટલાક મતભેદો હોવા સ્વાભાવિક છે, જો કે, વિકાસ માટે સમાન જમીન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેન્ડિંગ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. ચીનના રાજદૂતની ટીપ્પણી તેમના ત્રણ વર્ષથી વધુના કાર્યકાળના અંતે આવી છે. 15 જૂન, 2020 ના રોજ ગલવાન ઘાટી9Galwan valley)માં થયેલી અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં છે. ભારત અને ચીન વચ્ચે બે ડઝનથી વધુ રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો થઈ ચૂકી છે. આમ છતાં LACના વિવાદિત વિસ્તારોમાં આજ સુધી સંપૂર્ણ શાંતિ નથી. હા, પેંગોંગ લેક, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સની બંને બાજુએથી માત્ર ફ્રન્ટ લાઇન સૈનિકો જ પીછેહઠ કરી ગયા છે.

15 જૂન, 2020 ચીની સેનાએ ગાલવાન ઘાટીમાં નાપાક કૃત્ય કર્યું. ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજી વખત દેશના સર્વોચ્ચ નેતા બન્યા છે. ચીન કોંગ્રેસની બેઠક દરમિયાન જ્યારે શીને કંઈ ન મળ્યું ત્યારે તેમણે ગાલવાન ખીણની અથડામણનો વીડિયો બતાવીને તાળીઓ મેળવી. આવી સ્થિતિમાં તેમના દૂતાવાસોને આશા છે કે ભારત સાથેના સંબંધો સારા રહેશે અને વ્યાપારી સંબંધો ચાલુ રહેશે.

ચીનના રાજદૂતે LAC અથવા સરહદ મુદ્દે કોઈ તણાવ અંગે વાત કરી ન હતી. મુખ્ય વસ્તુ એ છે કે મતભેદોને કેવી રીતે હેન્ડલ કરવું, તેમણે કહ્યું. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મતભેદો કરતાં બંને દેશોના સામાન્ય હિત વધારે છે. આ દરમિયાન, બંને પક્ષોએ મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુને કહ્યું કે ભારત અને ચીને એકબીજાની રાજકીય પ્રણાલી અને વિકાસના માર્ગોનું સન્માન કરવાની જરૂર છે અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવાના સિદ્ધાંતને જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો ભૂરાજનીતિના પશ્ચિમી સિદ્ધાંતને ચીન-ભારત સંબંધો પર લાગુ કરવામાં આવશે, તો આપણા જેવા મોટા પડોશીઓ અનિવાર્યપણે એકબીજાને ધમકીઓ અને પ્રતિસ્પર્ધી તરીકે જોશે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ જમીન વિવાદમાંથી બહાર આવીને નવો રસ્તો કાઢવો જોઈએ.

Published On - 8:36 am, Wed, 26 October 22

Next Article