કોંગ્રેસે ફેસબુકના સીઇઓ માર્કઝુકરબર્ગને પત્ર લખ્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ તરફી પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સોશિયલ મીડિયાના વડા રોહન ગુપ્તાએ કહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન BJP-RSSએ નકલી માહિતી ફેલાવી, ચૂંટણી જીતવા માટે લોકોમાં નફરત ફેલાવી અને ફેસબુક ઈન્ડિયાએ પણ તેને ફેલાવવાની મંજૂરી આપી.

કોંગ્રેસે ફેસબુકના સીઇઓ માર્કઝુકરબર્ગને પત્ર લખ્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ તરફી પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સોશિયલ મીડિયાના વડા રોહન ગુપ્તા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 6:29 PM

કોંગ્રેસે(Congress) શુક્રવારે ફેસબુક(Facebook)ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ(Mark Zuckerberg)ને પત્ર લખ્યો હતો. જેમાં કોંગ્રેસે ભાજપના કાર્યકાળ દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટા ન્યૂઝ અને ઉશ્કેરણીજનક લખાણ અંગે આંતરિક તપાસની માગ કરી છે. (AICC) સોશિયલ મીડિયાના વડા રોહન ગુપ્તાએ ફેસબુકને પત્ર લખીને કહ્યુ છે કે ફેસબુક ઈન્ડિયા પ્લેટફોર્મ પર ખોટા સમાચાર અને નફરત ફેલાવવાનું વાતાવરણ ખૂબ જ ખતરનાક બની રહ્યું છે. ફેસબુક હવે બેજવાબદાર બની રહ્યું છે.

ગુપ્તાએ કહ્યું, ‘આ મામલે ત્રણ તથ્યો સામે આવ્યા છે. પહેલું- એક રિપોર્ટ અનુસાર, જ્યારે ફેસબુકના કર્મચારીઓ ભારતમાં ફેસબૂક દ્વારા ફેલાતી નફરત અને ફેક ન્યૂઝ કન્ટેન્ટને અધિકારીઓના ધ્યાન પર લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ફેસબુકના અધિકારીઓ કહે છે કે આ આટલો મોટો મુદ્દો નથી. આ કોઇ સમસ્યા નથી.’

ભારતની અખંડિતતા પર અસરઃ રોહન ગુપ્તા રોહન ગુપ્તાએ વધુમાં કહ્યું, ‘આ નફરત ભારતના ભાઈચારાને પોકળ કરી રહી છે અને ભારતને નબળું બનાવી રહી છે. ફેસબુક ઈન્ડિયાને તેનાથી કોઈ સમસ્યા નથી અને વધુ મહત્ત્વની વાત એ છે કે ભાજપને પ્લેટફોર્મ પર નફરત ફેલાવતી સામગ્રીથી પણ કોઈ સમસ્યા નથી. આ નફરતના કારણે ભારતની અખંડિતતા નબળી પડી રહી છે, તેનાથી ભાજપને કોઇ ફરક નથી પડતો, આ કેવો રાષ્ટ્રવાદ છે?

તેમણે કહ્યુ કે ,બીજી હકીકત એ છે કે જ્યારે ફેસબુક પર ઉશ્કેરણીજનક સામગ્રી, ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા કંપની ફેસબુક ઈન્ડિયાએ આ સમસ્યાઓ અંગેના તેના આંતરિક અહેવાલોને અવગણ્યા હતા અને આવા લખાણ પર નિયંત્રણ કરનારી ટીમ પણ ઓછી કરી દીધી. ગુપ્તાએ કહ્યું, આટલું જ નહીં, ભાજપે ફેસબુકના આ વલણનો ફાયદો ઉઠાવ્યો. ભાજપના લોકો ગાંધીજી, નેહરુજી, પટેલજી, ભગતસિંહજી અને આપણા નેતાઓ વિશે આડેધડ જૂઠાણું ફેલાવે છે. તેથી, ફેસબુક પર ભડકાઉ સામગ્રી અને ખોટા સમાચારોનું પૂર આવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

‘2019ની લોકસભાની ચૂંટણી જીતવા ખોટી માહિતી ફેલાવાઇ’ ગુપ્તાએ કહ્યું, ‘ત્રીજી હકીકત ચોંકાવનારી છે. ફેસબુક ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન BJP-RSSએ ચૂંટણી જીતવા માટે લોકોમાં નકલી માહિતી, નફરત ફેલાવી. ફેસબુક ઈન્ડિયાએ પણ તેને ફેલાવવાની મંજૂરી આપી. આ માહિતી હોવા છતાં, ફેસબુકે ઉશ્કેરણીજનક અને નકલી પોસ્ટ પર કાર્યવાહી કરવા માટે તેની ટીમ ઘટાડી છે.

તેમણે કહ્યું, ‘ફેસબુક ઈન્ડિયા માત્ર તેની જવાબદારીઓથી છટકી રહ્યું નથી, પરંતુ તે જૂઠાણું અને નફરત ફેલાવવાની સાંઠગાંઠનો પણ પર્દાફાશ કરી રહ્યું છે. પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં. ભારતનો ઉપયોગ જુઠ્ઠાણા અને નફરત ફેલાવવા માટે કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનની સ્કૂલોમાં પરત ફરી 75 ટકા વિદ્યાર્થિનીઓ, તાલિબાનના વિદેશ મંત્રીનો દાવો

આ પણ વાંચોઃ ભારતીય સેનાએ આ ભરતી રેલીને રાખી મુલતવી, નવેમ્બરમાં આયોજિત થવાની હતી પરીક્ષા

g clip-path="url(#clip0_868_265)">