દક્ષિણ ભારતમાંથી CONGRESSનો સફાયો, હવે દેશમાં માત્ર ત્રણ રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર

દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા ત્યારથી જાણે CONGRESSના ‘અચ્છે દિન’ પણ વીતી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પુડુચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સરકાર પર રાજકીય સંકટ તોળાઈ રહ્યું હતું

  • Tv9 webdesk42
  • Published On - 21:44 PM, 22 Feb 2021
CONGRESS wiped out from South India, now Congress government in only three states in the country

દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા ત્યારથી જાણે CONGRESSના ‘અચ્છે દિન’ પણ વીતી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પુડુચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સરકાર પર રાજકીય સંકટ તોળાઈ રહ્યું હતું અને છેવટે કોંગ્રેસની સરકાર પડી. દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર બચી હતી, પરંતુ હવે પુડુચેરીમાંથી પણ કોંગ્રેસ રવાના થઈ ગઈ.

 

પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી
પુડુચેરીમાં મુખ્યપ્રધાન વી.નારાયણસામીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ સરકાર ગૃહમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગઈ અને દક્ષિણ ભારતમાં એક સમયે મજબુત બનેલી કોંગ્રેસનું છેલ્લું રાજ્ય પણ હાથમાંથી નીકળી ગયું. પુડુચેરી વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ફ્લોર ટેસ્ટમાં મતદાન પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ મુખ્યપ્રધાન વી. નારાયણસામી અને શાસક પક્ષના અન્ય ધારાસભ્યો વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું. ત્યારબાદ મુખ્યપ્રધાન વી.નારાયણસામી રાજભવન પહોંચ્યા અને ઉપરાજ્યપાલને રાજીનામું આપી દીધું.

 

દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો સફાયો
દક્ષિણ ભારતમાં કર્ણાટક પછી પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર બચી હતી, પરંતુ હવે પુડુચેરીમાંથી પણ કોંગ્રેસ રવાના થઈ ગઈ. કર્ણાટકમાં પણ JDSની સાથે કોંગ્રેસ થોડા સમય માટે ગઠબંધન સરકારમાં રહી, પરંતુ પાછળથી ફરી ભાજપે ત્યાં સત્તા સંભાળી. જો આ રીતે જોવામાં આવે તો કોંગ્રેસનો દક્ષિણ ભારતનો મજબૂત કિલ્લો સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.

 

હવે માત્ર ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર
હવે કોંગ્રેસ શાસિત રાજ્યોની વાત કરીએ તો દેશમાં માત્ર પાંચ રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસની સરકાર છે. રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસની સરકાર છે. આમાંથી ત્રણ રાજ્યો રાજસ્થાન, પંજાબ અને છત્તીસગમાં કોંગ્રેસની સંપૂર્ણ અને ટેકા વગરની સરકાર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસ અન્ય પાર્ટીની સાથે સહાયકની ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો: શું EPF Taxમાં ફેરફાર થઈ શકે છે? નિર્મલા સીતારામણે કહ્યું ‘સરકાર સમીક્ષા માટે તૈયાર છે’