Uttar Pradesh: મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર અધિકારીઓ પણ આગની ઝપેટમાં

બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે ફ્લેટના પૂજા ગૃહમાં રાખેલા દીવાને કારણે આગ (Fire) લાગી હતી. જો કે ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી અધિકારીઓનું (Administrative Officer) કહેવું છે કે એસીના કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.

Uttar Pradesh: મંદિરમાં રાખેલા દીવાને કારણે બહુમાળી બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર અધિકારીઓ પણ આગની ઝપેટમાં
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:22 AM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)વારાણસી જિલ્લાના (Varanasi) કાશી વિદ્યાપીઠ રોડ પર આવેલા અન્નપૂર્ણા ભવ્ય એપાર્ટમેન્ટમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ (Fire)  લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હતી,જો કે ફાયર બ્રિગેડે (Fire Brigade) સમયસર ઘટના સ્થળ પર પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, આગ ચોથા માળે સ્થિત ફ્લેટ નંબર 401 થી શરૂ થઈ હતી અને ત્રણથી વધુ ફ્લેટ તેની લપેટમાં આવી ગયા હતા. આ દરમિયાન જોરદાર વિસ્ફોટના અવાજો પણ આવતા રહ્યા હતા અને ડઝન જેટલા વાહનો સાથે પહોંચેલા ફાયર ફાયટરો મોડી રાત સુધી આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ NDRF અને ડોક્ટરોની ટીમને પણ બોલાવવામાં આવી હતી. હાલમાં મળતી માહિતી મુજબ, બિલ્ડિંગમાં ફસાયેલા 50 થી વધુ લોકોને હાઈડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે.

આગને કારણે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો

બિલ્ડિંગમાં રહેતા લોકોનું કહેવું છે કે ફ્લેટના પૂજા ગૃહમાં રાખેલા દીવાને કારણે આગ લાગી હતી. જો કે ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી અધિકારીઓનું કહેવું છે કે એસીના કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી,હાલ તેની તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ જ કંઇક કહી શકાશે. તમને જણાવવુ રહ્યું કે, આગને કારણે ભારે નુકસાન થયું હતું અને આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના જવાનો પણ દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ વારાણસીના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં આગના સમયે ફ્લેટમાં રહેતા એન્જિનિયર રાકેશ ગુપ્તા નવરાત્રિ પૂજા બાદ પરિવાર સાથે બજારમાં ગયા હતા. આ દરમિયાન દીવામાંથી આગ ફેલાઈ ગઈ હતી અને આગની જ્વાળાને કારણે નજીકમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.

બિલ્ડિંગનું ફાયર એલાર્મ પણ વાગ્યું નહોતુ

સ્થાનિક લોકોનું કહેવું છે કે રાકેશને પડોશીઓ દ્વારા ફ્લેટમાં આગ લાગવાની જાણ થઈ હતી. આ સાથે જ લોકોએ એપાર્ટમેન્ટના અગ્નિશામકની પાઈપ પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો કાચ તૂટ્યો ન હતો અને ત્યારબાદ પડોશીઓ દ્વારા પણ આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આગ લાગતા બિલ્ડિંગનું ફાયર એલાર્મ પણ વાગ્યું નહોતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફાયર બ્રિગેડના CFO નો આબાદ બચાવ

મળતી માહિતી મુજબ, આગની માહિતી મળતાં સીએફઓ અનિમેષ સિંહ પણ આગ પર કાબૂ મેળવવા માટે ચોથા માળે પહોંચ્યા હતા. પરંતુ તેની સામે એક સિલિન્ડર ફાટ્યો. જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા,જો કે હાલ તેમની તબિયત સ્થિર છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ભારત-યુએસ 11 એપ્રિલે 2+2 મંત્રણા કરશે, રાજનાથ સિંહ અને એસ જયશંકર ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે: વિદેશ મંત્રાલય

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: આતંકી બાસિત અહેમદ દાર સહિત 11 સ્થળો પર NIAના દરોડા, મોબાઈલ સિમ કાર્ડ સહિત અનેક દસ્તાવેજો મળ્યા

g clip-path="url(#clip0_868_265)">