AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એવું લાગી રહ્યું હતું કે આ મેળો રદ થઈ જશે, પરંતુ કોલકત્તા હાઈકોર્ટે શુક્રવારે આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપતા તંત્રની ચિંતા વધી છે.

ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા
Ganga Sagar Mela (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:14 PM
Share

West Bengal : પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દર વર્ષે મકરસંક્રાંતિ પર યોજાતા ગંગા સાગર મેળાને (Gangasagar Mela) લઈને લોકોની ચિંતા વધી રહી છે. તમને જણાવી દઈએ કે, આ મેળો 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ મેળામાં ભાગ લેવા માટે સંતો અને ભક્તો કોલકાતા (Kolkata) પહોંચવાનું શરૂ થઈ ગયુ છે. તેમના રોકાણ માટે કોલકાતાના આઉટરામ ઘાટ પર અસ્થાયી કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે.

કોલકત્તા હાઈકોર્ટે ગંગા સાગર મેળાની આપી પરવાનગી

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એવું લાગી રહ્યું હતું કે આ મેળો રદ થઈ જશે, પરંતુ કોલકત્તા હાઈકોર્ટે(Kolkata Highcourt)  શુક્રવારે આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપતા તંત્રની ચિંતા વધી છે. જો કે, કોર્ટે શરતો મુકી છે કે મેળા દરમિયાન કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ,ત્યારે હાલ કોર્ટની પરવાનગી હોવા છતાં આ મેળામાં ભીડને લઈને કોરોના કેસ વધવાની આશંકા વર્તાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, મકરસંક્રાંતિ પર અહીં લાખો ભક્તો, મુનિઓ ગંગા અને સાગર નદીના સંગમમાં ડૂબકી લગાવે છે અને કપિલ મુનિ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી કે આટલા બધા લોકો નદીના પાણીમાં નાહવાને કારણે કોરોના વાયરસ ફેલાશે અને અન્ય લોકોને પણ ચેપ લાગવાની શક્યતા છે. જો કે, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ખારા પાણીથી ચેપ ફેલાતો નથી.

ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રતિબંધ હોવો જોઈએ

NMO પશ્ચિમ બંગાળના રાજ્ય પ્રમુખ ડો. પ્રભાત સિંહે (Dr. Prabhat Singh) કહ્યુ કે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. આવી સ્થિતિમાં, કોરોના પ્રોટોકોલનું પાલન કરવુ ખુબ જરૂરી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેત રહેવુ જોઈએ, એક જગ્યાએ વધારે ભીડ એકઠી થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. પછી તે બજાર હોય કે ગંગાસાગરનો મેળો……! ઉલ્લેખનીય છે કે, ગંગાસાગર મેળામાં દર વર્ષ લાખોની જનમેદની ઉમટતી હોય છે.

ત્યારે હાલ કોરોનાના તાંડવ વચ્ચે આ ભીડને કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાવવાની શક્યતા છે.વધુમાં ડો. પ્રભાત સિંહે જણાવ્યુ કે, મોટા ઉત્સવોની સાથે-સાથે થોડા સમય માટે મેળાવડા અને સરઘસ પર પણ રોક લગાવવાની જરૂર છે.

આ પણ વાંચો : Amit Shah Bengal Visit Postponed: કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતા અમિત શાહનો બંગાળ પ્રવાસ સ્થગિત

આ પણ વાંચો : શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ? કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">