Uttar Pradesh: કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

કોરોના સંક્ર્મણની નવી લહેરની આશંકાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે અને માનવામાં આવે છે કે જો સંક્ર્મણ વધશે તો ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

Uttar Pradesh:  કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ ક્રિસમસ અને નવા વર્ષ માટે આપી કડક સૂચના, પાર્ટીઓ પર લાગી શકે છે પ્રતિબંધ
UP CM Yogi Adityanath (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:33 AM

દેશ અને દુનિયામાં કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો (Omicron) ખતરો જોઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર કડક નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. જો કે, અગાઉ રાજ્ય સરકારે કહ્યું હતું કે રાજ્યમાં યોજાનાર કાર્યક્રમો કોરોના નિયમો હેઠળ યોજવામાં આવશે. કારણ કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે.

તો બીજી તરફ કોરોના સંક્ર્મણની નવી લહેરની આશંકાથી વહીવટીતંત્ર એલર્ટ પર છે અને માનવામાં આવે છે કે જો સંક્ર્મણ વધશે તો ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હાલમાં યોજાનાર કાર્યક્રમોમાં પ્રશાસને તમામ જગ્યાએ સાવચેતી રાખવા અને પ્રોટોકોલનું પાલન કરવા સૂચના આપી છે.

નોંધનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ અને ઓમિક્રોનના કેસ નોંધાયા બાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નવા વર્ષની પાર્ટી અને ક્રિસમસના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, જો રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થાય છે તો રાજ્યની યોગી સરકાર પણ આવા નિર્ણયો લઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તે જ સમયે, રાજધાની લખનૌમાં પણ કોરોના સંક્ર્મણના કેસ સામે આવી રહ્યા છે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ અને પુત્રી પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં કોરોનાના કેસને કારણે રેડ ઝોન બનાવવામાં આવ્યા છે.

કોરોના પ્રોટોકોલથી પાર્ટીનું આયોજન કરવા માટેની સૂચનાઓ હાલમાં, લખનૌ જિલ્લા પ્રશાસને આબકારી અને ખાદ્ય નિરીક્ષકોને હોટલ, રેસ્ટોરન્ટ, બાર અને રિસોર્ટમાં કોરોના પ્રોટોકોલના કડક નિયમો લાગુ કરવા સૂચના આપી છે. કારણ કે આ સ્થળોએ નવા વર્ષની પાર્ટી અને ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ભીડ જામી જવાની સંભાવના છે. તેથી આવી સ્થિતિમાં કોરોના વધવાનો ભય છે.

રેસ્ટોરન્ટ અને બાર સંચાલકોમાં નવા વર્ષ અને નાતાલને લઈને ઉત્સાહ મળતી માહિતી મુજબ, લખનૌની ઘણી હોટલ અને રેસ્ટોરન્ટમાં નવા વર્ષ અને ક્રિસમસ માટે બુકિંગ થઈ ગયું છે. સાથે જ હોટેલીયર્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે કોરોનાને કારણે પાર્ટીઓ બે વર્ષથી બંધ હતી. પરંતુ હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે.

આ પણ વાંચો : Paikstan news : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !

આ પણ વાંચો : સતર્ક મહારાષ્ટ્ર : વધતા કોરોના કેસને પગલે આજે રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન, શું ન્યુ યર પાર્ટી રહેશે ફિક્કી ?

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">