Pakistan News : ઈમરાન ખાનની તેમના જ દૂતાવાસે કાઢી ઇજ્જત? પોસ્ટ વાઈરલ થયા બાદ કરી ડિલીટ !
ઈમરાન ખાનની(Imran khan) સરકાર સતત પોતાના રાજદ્વારીઓના નિશાના પર છે. આર્જેન્ટિનામાં પાકિસ્તાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. જો કે, પોસ્ટ ટૂંક સમયમાં કાઢી નાખવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે એકાઉન્ટ હેક થઈ ગયું છે.
એક બાજુ ઇમરાન ખાનની ( Imran khan) સરકાર પર સતત લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો ઇમરાન ખાનને લઈને પણ થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે તેની પાસે ઘર ચલાવવાના પણ પૈસા નથી. ઈમરાન ખાનની સરકારનો ફરી એકવાર તેમના જ દૂતાવાસ દ્વારા પર્દાફાશ કરવાંમાં આવ્યો છે.
આર્જેન્ટિનામાં પાકિસ્તાનના દૂતાવાસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આર્જેન્ટિના સાથેની JF-17 મિસાઈલ ડીલ ગુમાવી શકે છે. દૂતાવાસે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં લખ્યું છે કે ઈસ્લામાબાદમાં નેતૃત્વ પરિવર્તન થશે તો જ પાકિસ્તાનની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત થશે. જો કે, હવે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે અને એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે તેનું એકાઉન્ટ થોડીવાર માટે હેક થયું હતું.
View this post on Instagram
પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘આર્જેન્ટિના સાથે JF-17 ડીલથી પણ અમે હાથ ધોઈ શકીએ છીએ. પાકિસ્તાનમાં નેતૃત્વ પરિવર્તન પાકિસ્તાનની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકે છે. રાજદ્વારીઓ નિષ્ફળતા માટે જવાબદાર રહેશે નહીં. પાકિસ્તાન ચીન સાથે મળીને JF-17 ફાઈટર એરક્રાફ્ટ બનાવે છે. તેનો ઉપયોગ પાકિસ્તાન એરફોર્સ કરે છે. અત્યાર સુધી મ્યાનમાર અને નાઈજીરિયાએ JF-17 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
એમ્બેસીએ કહ્યું- એકાઉન્ટ હેક થયું હતું
આર્જેન્ટિનામાં પાકિસ્તાનના દૂતાવાસ દ્વારા કરવામાં આવેલ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવ્યું છે. એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. તેમના વતી એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, ‘આજે વહેલી સવારે આર્જેન્ટિનામાં પાકિસ્તાની દૂતાવાસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અમુક બહારના બિનસત્તાવાર તત્વો દ્વારા થોડી મિનિટો માટે હેક કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ ટીમની મદદથી ટૂંક સમયમાં એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.
પ્રેસ રિલીઝમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, ‘હેકર્સ દ્વારા કરવામાં આવેલી બિનસત્તાવાર પોસ્ટ્સ ડિલીટ કરવામાં આવી છે. પાકિસ્તાન અને આર્જેન્ટિના વચ્ચેના સંબંધો મજબૂત પાયા પર ટકે છે. આવા ધિક્કારપાત્ર પ્રયાસો આપણા દ્વિપક્ષીય સંબંધોને અસર કરી શકે નહીં.
સર્બિયામાં પાકિસ્તાની એમ્બેસીએ પણ તેની સરકારને નિશાન બનાવી હતી આ પહેલા પણ પાકિસ્તાનના રાજદ્વારીઓએ ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધ્યું હતું. સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના એક ટ્વિટ દ્વારા પાકિસ્તાન સરકારની ટીકા કરવામાં આવી હતી. જોકે, બાદમાં ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મોંઘવારી પહેલાની સરખામણીએ તમામ રેકોર્ડ તોડી રહી છે. ઈમરાન ખાન તમે ક્યાં સુધી અપેક્ષા કરો છો કે અમારા સરકારી અધિકારીઓ તમારા માટે ત્રણ મહિના સુધી પગાર વિના ચૂપચાપ કામ કરતા રહેશે? અમારા બાળકોને પૈસા વિના શાળા છોડવાની ફરજ પડી છે. શું આ નવું પાકિસ્તાન છે?’
અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસી તરફથી પણ ફરિયાદો આવી છે
સર્બિયા બાદ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસો તરફથી પણ ફંડની અછત હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની દૂતાવાસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ 5 સ્થાનિક કર્મચારીઓને ઓગસ્ટથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાના કારણે એક કર્મચારીએ પણ નોકરી છોડી દીધી હતી. દૂતાવાસે આ મામલો પાકિસ્તાનના વિદેશ કાર્યાલય સમક્ષ ઉઠાવ્યો હતો, ત્યારબાદ કર્મચારીઓને તેમનો પગાર મળી ગયો હતો.
આ પણ વાંચો : Omicron: ઓમિક્રોનને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે PM મોદીએ કરી ખાસ બેઠક, કહ્યું- આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા જરૂરી
આ પણ વાંચો : Maharashtra Omicron: 23 નવા ઓમિક્રોન કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ, મુખ્યમંત્રી ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક