AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તવાંગમાં ભારત-ચીનના સૈન્ય જવાનો વચ્ચેની અથડામણ મુદ્દે સંસદમાં જવાબ આપશે રાજનાથસિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે તવાંગ અથડામણ પર સંસદમાં નિવેદન આપશે. કોંગ્રેસ, AAP, RJD અને AIMIM સહિત તમામ વિપક્ષી દળોએ આ મહત્વપૂર્ણ વિષય પર સંસદમાં ચર્ચા કરવાની માંગ ઉઠાવી છે.

તવાંગમાં ભારત-ચીનના સૈન્ય જવાનો વચ્ચેની અથડામણ મુદ્દે સંસદમાં જવાબ આપશે રાજનાથસિંહ
Rajnath Singh, Union defence minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 11:25 AM
Share

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સૈન્યની ત્રણેય પાંખના વડા સહીતની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડા, ચીફ ઓફ ડિફેન્સ, વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ ઉપસ્થિત રહ્યાં હતા. હવે સમાચાર આવ્યા છે કે, રાજનાથ સિંહ આજે બપોરે 12 વાગ્યે તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ મુદ્દે સંસદમાં નિવેદન આપશે. તવાંગ સેક્ટરમાં ગત 9 અને 11 ડિસેમ્બરે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ ત્રણેય સેનાના વડાઓ સાથે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને દેશની તમામ સરહદો પરની તાજેતરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

ભારત-ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ મુદ્દે રાજનાથ સિંહ સંસદમાં આપશે નિવેદન

પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે તવાંગ અથડામણ પર સંસદમાં નિવેદન આપશે. કોંગ્રેસ, AAP, RJD અને AIMIM સહિત તમામ વિપક્ષી દળોએ આ મહત્વપૂર્ણ વિષય પર સંસદમાં ચર્ચા કરવાની માંગ ઉઠાવી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં સસ્પેન્શન નોટિસ દાખલ કરી છે. જ્યારે મનોજ ઝાએ પણ સંસદના નિયમ 267 હેઠળ નોટિસ આપીને ચર્ચાની માંગ કરી છે.

શું થયું હતુ ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 9 ડિસેમ્બરે પેટ્રોલિંગ દરમિયાન, અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના સામસામે આવી ગઈ હતી. બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. સમગ્ર વિવાદ ચીન તરફથી શરૂ થયો હતો. ત્યારબાદ ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી હતી ચીનના 300 સૈનિકોને તેમની સરહદમાં પાછળ ઘકેલ્યા હતા. ચીન અરુણાચલ પ્રદેશના તવાંગને તિબેટનો જ એક ભાગ માનતુ આવ્યુ છે. જેનો ભારત ભારે વિરોધ કરીને અરુણાચલ પ્રદેશ સહીત પૂર્વ ભારતના રાજ્યો ભારતના જ અવિભાજ્ય અંગ હોવાનું સ્થાનિક અને આતંરરાષ્ટ્રીયસ્તરે કહેતુ આવ્યું છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">