સિનેમા હોલમાં ખાદ્ય પદાર્થો લઈ જતા પહેલા વિચારજો, સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચૂકાદો

|

Jan 03, 2023 | 10:23 PM

તમને જણાવી દઈએ કે બે વકીલોએ જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના 18 જુલાઈ 2018એ આપેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિનેમા હોલમાં બહારથી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

સિનેમા હોલમાં ખાદ્ય પદાર્થો લઈ જતા પહેલા વિચારજો, સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચૂકાદો
Image Credit source: File Image

Follow us on

સિનેમા હોલ કોઈ જીમ નથી, જ્યાં તમને હેલ્ધી ફૂડ લઈ જવાની આવશ્યકતા છે. આ એક એન્ટરટેઈનમેન્ટ પ્લેસ છે. સુપ્રીમ કોર્ટે આ વાત જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના આદેશ પર દાખલ અરજીની સુનાવણી દરમિયાન કહી છે. સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો છે. જેમાં કોર્ટે સિનેમા હોલમાં બહારથી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપી હતી. સુપ્રીમે હાઈકોર્ટના આદેશને રદ કરી દીધો છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે સુનાવણી દરમિયાન કહ્યું સિનેમા હોલ કોઈ જીમ નથી, જ્યાં તમને હેલ્ધી ભોજનની જરૂર છે, આ એક મનોરંજનનું સ્થાન છે. સિનેમા હોલ પ્રાઈવેટ પ્રોપર્ટી છે. ત્યાં તેના માલિકની મરજી ચાલશે. હાઈકોર્ટ કેવી રીતે કહી શકે છે કે તે સિનેમા હોલની અંદર કોઈ પણ ખાવાનું લઈને આવી શકે છે?

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

SCએ જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના આદેશને કર્યો રદ

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ગેરવાજબી ગણાવ્યો હતો, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે કહ્યું કે હાઈકોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રીતે દર્શકોનો અધિકાર છે કે તે કોઈ થિયેટરમાં કઈ ફિલ્મ જોવે, તેવી રીતે જ સિનેમા હોલ મેનેજમેન્ટને પણ નિયમ બનાવવાનો અધિકાર છે.

સિનેમા હોલની પાસે નિયમ બનાવવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સિનેમા હોલની પાસે નિયમ બનાવવાનો અધિકાર છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું જો કોઈ સિનેમા હોલમાં જલેબી લઈને જવા ઈચ્છે તો મેનેજમેન્ટ તેને ના કહી શકે છે. જો દર્શકે જલેબી ખાઈને સીટ પર પોતાના ચાસણીવાળા હાથ લુછી લીધા તો સીટ ખરાબ થઈ શકે છે. ત્યારબાદ સીટની સફાઈનો ખર્ચ કોણ આપશે?

2018થી જોડાયેલો છે કેસ

તમને જણાવી દઈએ કે બે વકીલોએ જમ્મૂ કાશ્મીર હાઈકોર્ટના 18 જુલાઈ 2018એ આપેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સિનેમા હોલમાં બહારથી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

એટલુ જ નહીં ચીફ જસ્ટિસે એ પણ કહ્યું કે જ્યારે ટીવી પર 11 વાગ્યા બાદ ખાસ વર્ગની ફિલ્મોનું પ્રસારણ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો, જેને ઉદ્દેશ્ય અલગ હતો. આ પ્રકારની ફિલ્મો ઉંમરલાયક લોકો અને બાળકો ઉંઘી જાય ત્યારબાદ જ જુઓ. તેની પર પણ ઘણા લોકોને વાંધો હતો. તે લોકોનું કહેવું હતું કે વૃદ્ધ લોકો રાત્રે જમીને ઉંઘી જાય છે. બાળકો જાગતા રહે છે.

Next Article