યુક્રેનનો મોટો દાવો : નબળુ પડી રહ્યું છે રશિયા ! યુદ્ધમાં 20 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, 146 હેલિકોપ્ટર નાશ પામ્યા
Russia Ukraine Casualties: યુક્રેનની સેના દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ યુદ્ધમાં 20 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.
Russia-Ukraine Crisis : રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચેના યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. યુદ્ધના કારણે લાખો લોકોને પણ પલાયન કરવું પડ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે યુક્રેનની સેનાએ (Ukraine Army)જણાવ્યું છે કે આ યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું છે. તેણે અહેવાલ આપ્યો છે કે આ યુદ્ધમાં રશિયાએ 762 ટેન્ક, 1982 બખ્તરબંધ સૈન્ય વાહનો, 1458 વાહનો અને 371 આર્ટિલરી સિસ્ટમ ગુમાવી છે. આ સિવાય રશિયાની 125 મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ, 66 એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ સિસ્ટમ, (Aircraft Defense System) 145 હેલિકોપ્ટર, 163 એરક્રાફ્ટ, 76 ફ્યુઅલ ટેન્ક, 138 યુએવી અને 8 બોટ પણ નાશ પામી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 20 હજારથી વધુ રશિયન સૈનિકો(Russian Army) માર્યા ગયા છે.
યુદ્ધ જહાજ ડૂબી જવાથી રશિયા આકરા પાણીએ
રશિયન ક્ષેત્રમાં યુક્રેનના સતત હુમલા અને કાળા સમુદ્રમાં રશિયન યુદ્ધ જહાજના ડૂબી જવાથી રશિયા ગુસ્સે છે. તેણે કિવ પર નવો મિસાઈલ હુમલો કરવાની ધમકી આપી છે. બીજી તરફ, યુક્રેનના સત્તાવાળાઓએ કહ્યું છે કે રાજધાનીની બહારના વિસ્તારમાં 900 થી વધુ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આમાંના મોટાભાગના લોકોને ગોળી વાગી હતી. રશિયન સેનાએ પૂર્વ યુક્રેનમાં નવા હુમલાની તૈયારીઓ તેજ કરી દીધી છે. દક્ષિણના બંદર શહેર મારિયુપોલમાં લડાઈ ચાલુ છે, જ્યાં સ્થાનિક લોકોએ રશિયન સૈનિકોને મૃતદેહો ખોદતા જોયા હોવાની જાણ કરી છે.
કિવની આસપાસ ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા
પ્રાદેશિક ગવર્નર ઓલેહ સિનેહુબોવના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વીય શહેર ખાર્કિવમાં રહેણાંક વિસ્તાર પર થયેલા ગોળીબારમાં સાત મહિનાના બાળક સહિત સાત લોકો માર્યા ગયા હતા અને અન્ય 34 લોકો ઘાયલ થયા હતા. રાજધાનીના પ્રાદેશિક પોલીસ દળના વડા આન્દ્રે નેબિટોવે જણાવ્યું હતું કે, મૃતદેહોને કિવની આસપાસ અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા હતા. પોલીસના આંકડાઓને ટાંકીને તેમણે કહ્યું કે 95 ટકા લોકોનું મોત ગોળીથી થયેલી ઈજાને કારણે થયું છે. નેબિટોવે કહ્યું, અમને લાગે છે કે આ લોકોને રશિયાના કબજા દરમિયાન કોઈ કારણ વગર ગોળી મારવામાં આવી હતી.તેમણે વધુમાં કહ્યું કે દરરોજ કાટમાળ નીચે અને સામૂહિક કબરોમાંથી મૃતદેહો મળી રહ્યા છે અને બુચામાં સૌથી વધુ 350 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : રશિયાએ બ્રિટિશ PM બોરિસ જોન્સનને તેમના દેશમાં પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, UKના પ્રતિબંધોના જવાબમાં કરી કાર્યવાહી
આ પણ વાંચો : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નવા મુખ્યમંત્રી બન્યા હમઝા શાહબાઝ, મની લોન્ડરિંગ કેસમાં આવી ચુક્યુ છે નામ