Naxal Attack: અમિત શાહની નક્સલીઓ સામે લાલ આંખ, કહ્યું – યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં

ગૃહમંત્રી અમિત શાહે અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં અમિત શાહ અને બગેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

Naxal Attack: અમિત શાહની નક્સલીઓ સામે લાલ આંખ, કહ્યું - યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં
ગૃહમંત્રી અમિત શાહ
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 2:37 PM

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા બીજાપુરમાં શનિવારે સાંજે માઓવાદીઓએ 700 થી વધુ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણમાં 22 જવાન શહીદ થયા હતા. આજે આ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચ્યા હતા. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં અમિત શાહ અને બગેલ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ શાહે કહ્યું કે નક્સલવાદીઓ સામે લડત નિર્ણાયક તબક્કામાં છે. તેમણે કહ્યું કે આ લડત અટકશે નહીં અને તીવ્ર બનશે.

છત્તીસગઢના જગદલપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, “મેં છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને સુરક્ષા દળોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે આ લડત નબળી ન થવી જોઈએ, તે બતાવે છે કે આપણા સૈનિકોનું મનોબળ કેટલું મજબુત અને અકબંધ છે. શાહે કહ્યું હતું કે નક્સલવાદીઓ સામેની આ લડતને અંત સુધી લઇ જશે. દેશ જવાનોના બલિદાનને ભૂલશે નહીં.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ ગૃહ મંત્રાલય ચેતવણી મોડ પર આવી ગયું છે. હવે નક્સલવાદીઓ સામે મોટા ઓપરેશન માટેની તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત ગૃહમંત્રી હોસ્પિટલોમાં દાખલ ઈજાગ્રસ્ત જવાનોને પણ મળશે.

આખો મામલો શું છે?

આપને જણાવી દઇએ કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં નક્સલવાદીઓએ શનિવારે 700 થી વધુ સૈનિકો પર હુમલો કર્યો હતો અને તેમણે ઘેરી લીધા હતા. બીજાપુર એસપીએ રવિવારે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ થયા છે અને ઘણા સૈનિકો હજી લાપતા છે. નક્સલવાદીઓએ બે ડઝનથી વધુ સુરક્ષા જવાનોના શસ્ત્રો પણ લૂંટી લીધા હતા.

આ ઘટના અંગે સીઆરપીએફના ડીજી કુલદીપસિંહે કહ્યું હતું કે જો અમારી કોઈ પણ પ્રકારની નિષ્ફળતા હોત, તો આટલા નક્સલવાદીઓ માર્યા ન ગયા હોત. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત નક્સલવાદીઓ અને મૃત નક્સલવાદીઓના મૃતદેહને લઈ જવા માટે ત્રણ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ઓપરેશનમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની ચોક્કસ સંખ્યા કહેવી મુશ્કેલ છે, પરંતુ આ સંખ્યા 25-30 હોવી જોઈએ.

પૂર્વ સીએમે કહ્યું – રોમ સળગતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો

છત્તીસગઢના આ હુમલા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આસામમાં પ્રચાર કરી રહ્યા હતા. આને કારણે વિરોધી પક્ષ ભાજપે તેમને જોરદાર ઘેરી લીધા છે. ભૂતપૂર્વ સીએમ રમણ સિંહે ભૂપેશ પર હુમલો કરતા કહ્યું કે જ્યારે રાજ્યમાં 22 સૈનિકો શહીદ થયા અને 30 ઘાયલ થયા. તે જ સમયે, કોવિડ રેટ પણ સતત વધી રહ્યો છે, આ દરમિયાન છત્તીસગઢના મુખ્ય પ્રધાન આસામમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આતો એવી વાત થઇ ગઈ કે રોમ સળગી રહ્યું છે ત્યારે નીરો વાંસળી વગાડતો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">