Chardham Yatra: આયોજન કરતા હોવ તો, જાણી લો હવામાન વિભાગની ચેતવણી, 18થી 20 મે સુધી તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

|

May 18, 2022 | 11:14 AM

(Chardham Yatra) ચારધામયાત્રાને પગલે ખાસ તો કેદારનાથ (Kedarnath yatra)યાત્રા માટે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. 18થી 20મી મે સુધીમાં રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

Chardham Yatra: આયોજન કરતા હોવ તો, જાણી લો હવામાન વિભાગની ચેતવણી, 18થી 20 મે સુધી તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી
Chardham Yatra

Follow us on

(Chardham Yatra) ચારધામ યાત્રાને પગલે ખાસ તો કેદારનાથ (Kedarnath yatra)યાત્રા માટે વરસાદને કારણે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 18થી 20મી મે સુધીમાં રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં વીજળી તથા હવા સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લાધિકારી મયૂર દિક્ષિતે જણાવ્યું હતું કે હવામાનના પૂર્વાનુમાને ધ્યાનમાં રાખતા કેદારનાથ યાત્રા અંગે સર્તકતા રાખવામાં આવી રહી છે. કેદારનાથ ધામની યાત્રાએ આવી રહેલા શ્રદ્ધાળુઓને સંપૂર્ણ સતર્કતા સાથે યાત્રા કરવાનું કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે કરેલા વરતારાને પગલે જિલ્લા પ્રશાસને કેદારનઆથ ધામમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. યાત્રાસહિત અન્ય પર્યટન સ્થળો પર પહોંચી રહેલા પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓને વરસાદની સ્થિતિમાં વિવિધ પડાવ ઉપર શણ લેવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ યાત્રા સાથે સંલગ્ન અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

16 થી 20મી મે દરમિયાન થઈ શકે છે વરસાદ

તારીખ 16 મેથી 20મી મે સુધી હવામાન વિભાગ તરફથી રૂદ્રપ્રયાગ, ઉત્તરકાશી , ચમોલી, બાગેશ્વર અને પિથૌરાગઢ જિલ્લામાં વીજળી તથા હવા સાથે ભારે વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા અધિકારી મયૂર દિક્ષિતે જણાવ્યું હતું કે અમે વરસાદની પરિસ્થિતિમાં કેદારનઆથ ધામ આવી રહેવા શ્રદ્ધાળુઓ તેમજ પર્યટકોને સતર્કતા સાથે સુરક્ષિત સ્થાનો પર શણ લેવા માટે જણાવ્યું છે. સાથે જ યાત્રા સાએથ જોડાયેલા વિભાગીય અધિકારીઓ અને NDRF, SDRF અને પોલીસ દળને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જણાવવામાં આવ્યું છે કે વરસાદ કે અન્ય કારણોસર જો રૂદ્રપ્રયાગ અને ગૌરીકુંડ હાઇવેને અસર થતા વૈક્લિપક રીતે યાત્રાનું સંચાલન યોજનાબદ્ધ રીતે કરવામાં આવે.

Published On - 11:10 am, Wed, 18 May 22

Next Article