વ્યકિતગત ઉપયોગ અને ગિફ્ટમાં મળેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર જીએસટી ના વસૂલે કેન્દ્ર સરકાર: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ને લઇને મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે આઇજીએસટી વ્યકિતગત ઉપયોગ માટે લેવા આવતા અને ગિફ્ટમાં મળેલા Oxygen Concentrator પર 12 ટકા જીએસટી લાદવામાં ન આવે.

વ્યકિતગત ઉપયોગ અને ગિફ્ટમાં મળેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર જીએસટી ના વસૂલે કેન્દ્ર સરકાર: દિલ્હી હાઇકોર્ટ
oxygen concentrator ( File image )

દિલ્હી હાઈકોર્ટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ને લઇને મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે આઇજીએસટી વ્યકિતગત ઉપયોગ માટે લેવા આવતા અને ગિફ્ટમાં મળેલા Oxygen Concentrator પર 12 ટકા જીએસટી લાદવામાં ન આવે.

હાલમાં જ કેન્દ્ર સરકાર Oxygen Concentrator પર 12 ટકા આઇજીએસટી વસૂલે છે. આ પૂર્વે પણ હાઈકોર્ટે ઓક્સિજન કોન્સન્ટ્રેટરના ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને એમઆરપી નક્કી કરવા જણાવ્યું છે જેથી દરેક જરૂરીયાતમંદ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદી શકે. કોર્ટે કહ્યું કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમત બધે અલગ છે અને વધારે છે. આ સમસ્યા એટલા માટે છે કે એમઆરપી નિશ્ચિત નથી.

દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે શું કહ્યું

કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે અત્યારે દેશમાં Oxygen Concentrator ની અછત છે. જેના લીધે એક્સપોર્ટર ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમત નક્કી કરે છે. મોટાભાગના ઓક્સિજન કોન્સન્ટ્રેટર બહારથી આવે છે અને જો ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમતો નક્કી કરવામાં આવે તો વિદેશી કંપનીઓ આપણને ઓક્સિજન કોન્સન્ટ્રેટર ના આપે તેવો ભય છે.

એક 85 વર્ષીય મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે સરકાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવા જીવન બચાવ ઉપકરણો પર 12 ટકા જીએસટી લગાવે છે, જે ગેરકાયદેસર છે. અરજીમાં મહિલાએ કહ્યું છે કે તેના ભત્રીજાએ તેની તબિયત સુધારવા માટે યુએસથી તેના માટે એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યુ હતું તે એક ભેટ હતી અને સરકારે આ ભેટ પર 12 ટકા આઈજીએસટી પણ વસુલ્યો હતો.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને શું કહ્યું

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને Oxygen Concentrator ની કિંમત નક્કી કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે કિંમત એવી હોવી જોઈએ કે લોકો તેને ખરીદી શકે, તેથી તેની એમઆરપી નક્કી કરવી જોઈએ. સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે તેઓ આ મામલે કોર્ટને જાણ કરશે. કોર્ટની સામે એક ચિંતા પણ છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ની ઘણી અછત છે. તેથી તેની કિંમત નક્કી કરવાનું એક્સપોર્ટર પર છે.

જો એમઆરપી નિશ્ચિત કરવામાં આવે તો અન્ય દેશો ઓક્સિજન કોન્સન્ટ્રેટર ને સપ્લાય પણ ના કરે. હાઈકોર્ટે કહ્યું કે એક ફોર્મ્યુલા તૈયાર કરો જેથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર આટલા ઉંચા ભાવે ના વેચાય.

દેશમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના શરીરમાં ઑક્સીજનનો ઘટાડો થવાનું લક્ષણ ઉમેરાયું છે. જેના લીધે દેશભરમાં ઑક્સીજનવાળા બેડ અને Oxygen Concentrator  ની માંગમાં  તીવ્ર વધારો થયો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati