Pegasus Case: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું – કહ્યુ જાસુસી મુદ્દે કરેલા તમામ આરોપો પાયાવિહોણા
પેગાસસ એક સોફ્ટવેર છે જે સંબંધિત ફોન પર દરેક ઇનકમિંગ કોલની વિગતો એકત્રિત કરવામાં સક્ષમ છે. ફોનમાં હાજર મીડિયા ફાઇલો અને દસ્તાવેજો ઉપરાંત, તે તેના પર આવતા એસએમએસ, ઇમેઇલ અને સોશિયલ મીડિયા સંદેશાઓ વિશે પણ માહિતી આપી શકે છે.
પેગાસસ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ જાસુસી કરાતી હોવાના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, કેન્દ્ર આ મામલે નિષ્ણાતોની સમિતિની રચના કરશે, જે તમામ પાસાઓ પર નજર રાખશે. કેન્દ્રએ સોગંદનામામાં કહ્યું છે કે પેગાસસ જાસૂસી કેસમાં કેન્દ્ર પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. મીડિયાના અહેવાલો પર આધારિત આરોપ છે.
સોગંદનામામાં કેન્દ્રએ સોગંદનામમાં કહ્યું કે માહિતી ટેકનોલોજી પ્રધાને સંસદમાં પેગાસસ કેસમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. હકીકતમાં, એક આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને દાવો કર્યો હતો કે 300 થી વધુ ભારતીયોના મોબાઇલ ફોન નંબરો ઇઝરાયેલી કંપની NSO ના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સની સંભવિત યાદીમાં હતા.
આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની ફરી સુનાવણી થઈ. જેમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર વતી આ બાબતે સોગંદનામું પણ દાખલ કરવામાં આવ્યું છે. CJI એ કેન્દ્રને કહ્યું કે તે આ મામલે કેન્દ્રની બાજુ પણ સાંભળશે. અરજદાર વતી દલીલ કરતા, કપિલ સિબ્બલે સોગંદનામા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે અમે કહીએ છીએ કે પેગાસસનો ઉપયોગ સરકાર અથવા તેની એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો. આ અરજી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. જો સરકાર કોર્ટ સમક્ષ કરાયેલી અરજીની હકીકતનો જવાબ નથી આપી રહી તો પછી તે કેવી રીતે અરજીઓના આરોપોને નકારી રહી છે. સિબ્બલે પૂછ્યું કે સરકારે નિષ્ણાતોની સમિતિની રચના કેમ કરી ? જ્યારે તેને ખબર છે કે મીડિયામાં માત્ર ખોટા સમાચાર આવ્યા છે.
તપાસ કરવી જરૂરી છે સિબ્બલે કહ્યું કે 2019 માં જ્યારે પેગાસસને લઈને સાંસદ ઓવૈસી વતી પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. સિબ્બલે કહ્યું કે લોકશાહી અને લોકશાહી સંસ્થાઓને જાળવી રાખવા માટે, પેગાગસના ઉપયોગની બાબતની તપાસ થવી જરૂરી છે. વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અમને સંસ્થાની ચિંતા છે, પત્રકારત્વ અને કોર્ટ બંને લોકશાહીના મહત્વના સ્તંભ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ સિંહ પટેલ અને અશ્વિની વૈષ્ણવ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ઓછામાં ઓછા 40 પત્રકારો પણ આ જાસુસીની યાદીમાં હતા.
પેગાસસ શું છે પેગાસસ એક સોફ્ટવેર છે. જે સંબંધિત ફોન પર દરેક ઇનકમિંગ કોલની વિગતો એકત્રિત કરવામાં સક્ષમ છે. ફોનમાં હાજર મીડિયા ફાઇલો અને દસ્તાવેજો ઉપરાંત, તે તેના પર આવતા એસએમએસ, ઇમેઇલ અને સોશિયલ મીડિયા સંદેશાઓ વિશે પણ માહિતી આપી શકે છે.
વિપક્ષે સંસદના ચોમાસુ સત્રમાં હંગામો મચાવ્યો હતો 19 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં, વિપક્ષે જાસુસી મુદ્દે હંગામો મચાવવાનું ચાલુ રાખ્યું હતુ જેના કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી ખોરવાઈ જવા પામી હતી. વિરોધ પક્ષોએ કહ્યું કે સરકાર પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા તૈયાર થયા બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે. આજ પહેલા આ મુદ્દે સુપ્રિમકોર્ટમાં 10 ઓગસ્ટે સુનાવણી થઈ હતી.