Covid -19 : ટેસ્ટિંગ ઓછુ થવા પર કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો, ‘ટેસ્ટિંગ વિના સંક્રમણ દર ન માપી શકાય’

બુધવારે દેશમાં કોવિડ સંક્રમણના 9,283 નવા કેસ નોંધાયા હતા અને પોઝિટિવ રેટ 0.80 ટકા નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 1,11,481 થઈ ગઈ છે.

Covid -19 : ટેસ્ટિંગ ઓછુ થવા પર કેન્દ્રએ રાજ્યોને પત્ર લખ્યો, 'ટેસ્ટિંગ વિના સંક્રમણ દર ન માપી શકાય'
Rajesh Bhushan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:38 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Ministry of Health) અનેક રાજ્યોને સાપ્તાહિક કોવિડ-19(Covid-19) ટેસ્ટના દરમાં ઘટાડા અંગે પત્ર લખ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના(Corona) સંક્રમણના નવા કેસોમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યુ છે. જો કે એવું પણ જોવામાં આવ્યું છે કે સાપ્તાહિક પરીક્ષણો(Tests)નો દર નીચે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું છે કે પર્યાપ્ત પરીક્ષણ વિના, ચોક્કસ વિસ્તારમાં ચેપના ફેલાવાના ચોક્કસ દરને માપી શકાય નહીં.

દેશમાં ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટી રહ્યુ છે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોના કેસ વધતા હોવાનું પણ જોવા મળ્યુ છે. ત્યારે સંક્રમણ ઘટતુ હોવા છતા કેટલીક તકેદારીઓ રાખવી ખૂબ જ જરુરી છે. જેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો છે.

સ્વાસ્થ્ય સચિવોને લખ્યો પત્ર કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે નાગાલેન્ડ, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને લદ્દાખના સ્વાસ્થ્ય સચિવોને આ પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યુ છે કે ઘણા દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને ઘણા વિકસિત દેશોમાં પણ મોટા પાયે રસીકરણ હોવા છતાં કોવિડની ચોથી અને પાંચમી લહેર જોવા મળી રહી છે. જેથી સંક્રમણ ફેલાતુ રોકવા જરુરી પગલા સતત લેવા જરુરી છે.

સક્રિય કેસની સંખ્યા ઘટી ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, મંગળવારે કોરોના સંક્રમણ શોધવા માટે દેશભરમાં 11,57,697 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, દેશમાં રોગચાળાની શરૂઆતથી, અત્યાર સુધીમાં 63.47 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે દેશમાં કોવિડ સંક્રમણના 9,283 નવા કેસ નોંધાયા હતા અને પોઝિટિવ રેટ 0.80 ટકા નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 1,11,481 થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રસીકરણની કામગીરી તેજ કરવા સૂચના તમામ રાજ્યોને લખેલા પત્રમાં, તેમણે તમામ જિલ્લા વહીવટીતંત્રોને એવા લોકોની ઓળખ કરવા કહ્યું કે જેમને અત્યાર સુધી રસી આપવામાં આવી નથી અને તેમને પ્રાથમિકતાના આધારે રસી આપવા જણાવવામાં આવ્યુ છે. અગાઉ મંગળવારે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ કોવિડ-19 રસીકરણની ગતિ વધારવા માટે કહ્યું હતું.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 નવેમ્બરના રોજ હર ઘર દસ્તક અભિયાનની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર વયસ્કોને શક્ય તેટલી વહેલી તકે રસી આપવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે જે લોકોએ બીજી રસી નથી લીધી તેમના માટે કાર્યસ્થળો પર રસીકરણ કરાવવું જોઈએ. તેમણે જિલ્લા પ્રશાસનને લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા માટે સ્થાનિક લોકોને પસંદ કરવા જણાવ્યું હતું. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે જેઓ બીજી રસી મેળવી શક્યા નથી તેઓને સંદેશાઓ અને વૉઇસ કૉલ્સ મોકલવા જોઈએ.

આ પણ વાંચો – IND vs NZ: કાનપુર ના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો રહ્યો છે દબદબો, 1983 બાદ ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી

આ પણ વાંચો – IND vs NZ: ટીમ ઇન્ડિયાના ફુડ મેનુમાં હલાલ મીટ મામલે BCCI ની સામે આવી સ્પષ્ટતા, અરુણ ધૂમલે કહ્યુ ખેલાડીઓ ભોજનને લઇ સ્વતંત્ર છે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">