CDS Rawat chopper crash: હેલિકોપ્ટર પડતા જ મોટેથી ઘડાકો થયો, ઝાડ સાથે અથડાયા પછી આગમાં લપેટાઈ ગયુ

|

Dec 08, 2021 | 8:02 PM

CDS Bipin Rawat chopper crash: એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ દુર્ઘટના થઈ તે પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં ચાના બગીચા છે. આ અકસ્માત રહેણાંક વિસ્તાર પાસે થયો હતો. કેટલાક લોકોએ હેલિકોપ્ટર પડવાની ઘટના જોઈ.

CDS Rawat chopper crash: હેલિકોપ્ટર પડતા જ મોટેથી ઘડાકો થયો, ઝાડ સાથે અથડાયા પછી આગમાં લપેટાઈ ગયુ
CDS Rawat chopper crash

Follow us on

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( Chief of Defense Staff – CDS) જનરલ બિપિન રાવતને ( CDS General Bipin Rawat) લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર (Air Force helicopter) બુધવારે તમિલનાડુમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વાયુસેનાના આ Mi-17 હેલિકોપ્ટરમાં (Mi-17 helicopter) 5 ક્રૂ મેમ્બર સહિત 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં સીડીએસ રાવત અને અન્ય 12 લોકોના મોત થયા છે. વાયુસેનાએ સીડીએસ રાવતના મૃત્યુની પુષ્ટિ કરી છે. જ્યારે એક જીવિતની સારવાર ચાલી રહી છે. CDS રાવત વેલિંગ્ટનની એક ડિફેન્સ સ્કૂલમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર કોઈમ્બતુર અને સુલુર વચ્ચે ક્રેશ થયું હતું.

જ્યાં અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં આ દુર્ઘટના થઈ તે પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં ચાના બગીચા છે. આ અકસ્માત રહેણાંક વિસ્તાર પાસે થયો હતો. કેટલાક લોકોએ હેલિકોપ્ટર પડવાની ઘટના નજરે જોઈ. સાક્ષીઓનું કહેવું છે કે જ્યારે હેલિકોપ્ટર પડ્યું ત્યારે જોરથી વિસ્ફોટ થયો અને પછી તેમાં આગ લાગી. લોકોનું કહેવું છે કે જ્યારે હેલિકોપ્ટર નીચે પડ્યું ત્યારે તેઓ ત્યાં દોડ્યા હતા. સ્થાનિક લોકોએ હેલિકોપ્ટર દ્વારા લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ માત્ર પોલીસ અને સ્થાનિક પ્રશાસનને આ અકસ્માત અંગે જાણ કરી હતી.

મેં એક મોટો અવાજ સાંભળ્યો – પ્રત્યક્ષદર્શી
અહેવાલો અનુસાર, એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘સૌથી પહેલા મેં જોરદાર અવાજ સાંભળ્યો. શું થયું હતું તે જાણવા માટે હું નીકળી પડ્યો. મેં જોયું કે હેલિકોપ્ટર ઝાડ સાથે અથડાયું. તે પછી તે આગના ગોળામાં ફેરવાઈ ગયો. પછી બીજા ઝાડ સાથે હેલિકોપ્ટર અથડાયુ. આ હોનારત દરમિયાન મેં હેલિકોપ્ટરમાંથી બે ત્રણ લોકોને બહાર આવતા જોયા. આ લોકો સંપૂર્ણપણે આગથી ઘેરાઈ ગયા હતા અને પછી આ લોકો જમીન પર પડવા લાગ્યા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પણ વાંચોઃ

Photos: ક્રેશ થયા બાદ બળીને ખાખ થયુ CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, તસવીરો હ્રદય કંપાવનારી

આ પણ વાંચોઃ

કપાયેલો અંગૂઠો લઇને 22 કલાકમાં દુબઇથી દિલ્લી આવ્યો આ વ્યક્તિ, જે ઓપરેશનનો ખર્ચ દુબઇમાં 24 લાખ હતો તેને ભારતમાં ડૉકટર્સે સાડા ત્રણ લાખમાં કરી આપ્યુ

 

Published On - 7:15 pm, Wed, 8 December 21

Next Article