કપાયેલો અંગૂઠો લઇને 22 કલાકમાં દુબઇથી દિલ્લી આવ્યો આ વ્યક્તિ, જે ઓપરેશનનો ખર્ચ દુબઇમાં 24 લાખ હતો તેને ભારતમાં ડૉકટર્સે સાડા ત્રણ લાખમાં કરી આપ્યુ

હોસ્પિટલમાં દાખલ થતાં જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 6 ડોક્ટરોએ સંદીપનું ઓપરેશન શરૂ કર્યું અને કપાયેલા અંગૂઠાને જોડી દીધો. નિષ્ણાતોના મતે, કોઈપણ કપાયેલા અંગને 24 કલાકની અંદર સર્જરી દ્વારા જોડી શકાય છે.

કપાયેલો અંગૂઠો લઇને 22 કલાકમાં દુબઇથી દિલ્લી આવ્યો આ વ્યક્તિ, જે ઓપરેશનનો ખર્ચ દુબઇમાં 24 લાખ હતો તેને ભારતમાં ડૉકટર્સે સાડા ત્રણ લાખમાં કરી આપ્યુ
Severed thumb
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 6:35 PM

ઘણી વખત તમે બધાએ સાંભળ્યું હશે કે લોકો પોતાની સારવાર માટે ભારતથી વિદેશ જાય છે, પરંતુ હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખરેખર વિચિત્ર છે. કારણ કે એક વ્યક્તિ છે જેણે આનું વિપરીત કામ કર્યું છે. દુબઇમાં (Dubai) કામ કરતા વ્યક્તિનો કામ કરતી વખતે તેનો અંગૂઠો કપાઈ જાય છે, ત્યારબાદ તેણે કપાયેલા અંગૂઠા સાથે દુબઈથી દિલ્હીની (Delhi) ફ્લાઈટ (Flight) લીધી અને અહીં ભારતમાં પોતાની સારવાર કરાવી. જો કે તેની યાત્રા સફળ રહી હતી. જાણકારી અનુસાર અંગૂઠો કપાયાના લગભગ 22 કલાક પછી તે અહીં પહોંચ્યો હતો અને પછી ડોક્ટરોએ ચમત્કાર કરી બતાવ્યુ

ઘણીવાર લોકો ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપી દે છે. ઘણી વખત ડોક્ટરો એવું કરે છે કે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. હકીકતમાં, જે વ્યક્તિનો અંગૂઠો કપાય ગયો હતો તે રાજસ્થાનનો રહેવાસી છે અને તે દુબઈમાં નોકરી કરે છે. તેનું નામ સંદીપ છે અને તે સુથારનું કામ કરતો હતો. અંગૂઠો કપાયા બાદ તે દિલ્હી આવ્યો હતો. અને નવાઈની વાત એ છે કે તે હાથમાં અંગૂઠો લઈને દુબઈથી ફ્લાઈટ લઈને દિલ્હી આવ્યો હતો. આ દરમિયાન તેનું 300 મિલી લોહી ઘટી ગયું હતું. આવા મુશ્કેલ સમયમાં ડૉક્ટરે જે કર્યું તે ખરેખર અદ્ભુત હતું.

સંદીપ માટે કામ કરતી વખતે જ્યારે તેનો અંગૂઠો કપાઈ ગયો હતો, ત્યારે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દુબઈના તબીબે કહ્યું કે તેને 4 કલાકમાં સર્જરી કરવી પડશે અને તેના માટે લગભગ 24 લાખનો ખર્ચ થશે. જ્યારે તેને ખબર પડી કે તે આટલા પૈસા નહીં ચૂકવી શકે તો તેણે સમય બગાડ્યા વિના દુબઈથી દિલ્હીની સીધી ફ્લાઈટ પકડી. સંદીપે પોતાની આંગળીઓ વચ્ચે અંગૂઠો રાખીને અને પાટો બાંધીને 18 કલાકની સફર પૂરી કરી. ત્યારબાદ સંદીપને એરપોર્ટ નજીકની આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હોસ્પિટલમાં દાખલ થતાં જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 6 ડોક્ટરોએ સંદીપનું ઓપરેશન શરૂ કર્યું અને કપાયેલા અંગૂઠાને જોડી દીધો. નિષ્ણાતોના મતે, કોઈપણ કપાયેલા અંગને 24 કલાકની અંદર સર્જરી દ્વારા જોડી શકાય છે. જ્યારે તેણે દુબઈમાં 24 લાખ ચૂકવવાના હતા, ત્યારે તેણે ભારતમાં 3 લાખ 65 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો –

આવનારા સમયમાં મોંઘવારી વધુ વકરશે ! દેશના સામાન્ય માણસે જરૂર જાણવી જોઈએ RBI ગવર્નરની આ 5 મોટી વાતો

આ પણ વાંચો –

Surat : ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાકી રહેલા કારીગરોને 10 દિવસમાં વેક્સીન લેવા સૂચના, ઔધોગિક સંસ્થાઓને અપાઈ જવાબદારી

g clip-path="url(#clip0_868_265)">