CDS Bipin Rawat Death News Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી-રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:04 PM

CDS Bipin Rawat Death News Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra modi ),  સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે, એનએસએના વડા અજીત ડોભાલે શહીદોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. શહીદોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. 

CDS Bipin Rawat Death News Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી-રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Prime Minister Narendra Modi, Defense Minister Rajnath Singh and NSA chief Ajit Doval

CDS Bipin Rawat Death News Live Updates: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈનિકો બુધવારે તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કોઈમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત Mi-સિરીઝના હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી માત્ર એક જ બચે છે. ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત સહીતના 13 શહીદના પાર્થિવ દેહને દિલ્લીના પાલમ એરપોર્ટ ખાતે લવાયા હતા. જ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra modi ),  સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આર્પી હતી. શહીદોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Dec 2021 09:35 PM (IST)

    ત્રણેય સેના પ્રમુખોએ CDS રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

    આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરી કુમાર અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 09 Dec 2021 09:04 PM (IST)

    રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ શહીદોના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી

    રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શહીદોના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી નમન કર્યા

  • 09 Dec 2021 09:01 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારને સાંત્વના પાઠવી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારને મળીને તમામમે સાંત્વના પાઠવી અને દુખ વ્યક્ત કર્યુ

  • 09 Dec 2021 08:58 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ આપી. તમામ શહીદોના પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કર્યા

  • 09 Dec 2021 08:48 PM (IST)

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પાલમ એરબેઝ પહોંચ્યા

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ પાલમ એરબેઝ પર પહોંચી ગયા છે અને સૈનિકોના પરિવારજનોને મળી રહ્યા છે. ટુંક સમયમાં તેઓ સીડીએસ રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.

  • 09 Dec 2021 08:47 PM (IST)

    એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને વધુ સારવાર માટે બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • 09 Dec 2021 08:39 PM (IST)

    પીએમ મોદીએ પાલમ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

  • 09 Dec 2021 08:29 PM (IST)

    CDS રાવત સહિત તમામ શહીદ જવાનોને પરિવારે શ્રદ્ધાંજલિ આપી

    CDS રાવત, તેમની પત્ની મદુલિકા રાવત અને અન્ય 11 લોકોના પાર્થિવ અવશેષોને પાલમ એરબેઝ પર રાખવામાં આવ્યા, જ્યાં તેમના પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 09 Dec 2021 08:25 PM (IST)

    લાન્સ નાયક વિવેક કુમારનો મૃતદેહ પાલમ એરબેઝ પર રાખવામાં આવ્યો છે

    પાલમ એરબેઝ પર લાન્સ નાયક વિવેક કુમારનો મૃતદેહ રાખવામાં આવ્યો છે

  • 09 Dec 2021 08:21 PM (IST)

    આવતીકાલે CDS રાવતના પાર્થિવ દેહને દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.

    સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતને આવતીકાલે બપોરે 11થી 12ઃ30 વાગ્યે CDS કારજ માર્ગ સ્થિત નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી શકે છે. તે જ સમયે, લશ્કરી કર્મચારીઓ 12.30-13.30 વચ્ચે શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પછી, અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દિલ્હી કેન્ટ બ્રાર સ્ક્વેર પર લઈ જવામાં આવશે.

  • 09 Dec 2021 08:13 PM (IST)

    આવતીકાલે બ્રિગેડિયર એલએસ લિદ્દરના અંતિમ સંસ્કાર થશે

    લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિદ્દરના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 9.15 વાગ્યે દિલ્હી કેન્ટમાં કરવામાં આવશે.

  • 09 Dec 2021 08:05 PM (IST)

    CDS રાવત સહિત તમામ જવાનોના પાર્થિવ દેહ દિલ્હી પહોંચ્યા

    CDS બિપિન રાવત સહિત તમામ શહીદ જવાનોના પાર્થિવ દેહ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે.

Published On - Dec 09,2021 8:03 PM

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">