CBSE Board : ધોરણ 12નાં પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ આજથી કરી શકશે અરજી, ચાર તબક્કામાં થશે સમાધાન

|

Aug 09, 2021 | 12:24 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માં ધોરણ12 ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ આજથી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓને ગુણ સંબંધિત કોઈપણ શંકા હોય તો તે અંગે આજથી પ્રક્રિયા શરૂ થશે. ચાર તબક્કામાં વહેંચાયેલી આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.

CBSE Board : ધોરણ 12નાં પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ આજથી કરી શકશે અરજી, ચાર તબક્કામાં થશે સમાધાન
Students (File Photo)

Follow us on

CBSE Board: વિદ્યાર્થીઓ 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ઉપરાંત બોર્ડ દ્વારા 14 ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓના પરિણામ સંબધિત ગુણ તપાસવામાં આવશે.CBSEએ જૂનમાં પરિણામ પોલિસી (Policy) બહાર પાડતી વખતે ધોરણ 12 ના પરિણામની ફોર્મ્યુલા બહાર પાડી હતી.

જે અંતર્ગત ધોરણ 12 માં એકમ કસોટી અને પ્રી-બોર્ડ પરીક્ષાના(Test Exam) 40 ટકા, ધોરણ 11 ના 30 ટકા ગુણ અને ધોરણ 10માં શ્રેષ્ઠ ત્રણ વિષયોના 30 ટકાને આધાર બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ બોર્ડે અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ગુણ સંબંધિત સમાધાન કરવાની પણ જોગવાઈ કરી હતી.

આ રીતે કરવાની રહેશે અરજી

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ગુણથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓએ (Unsatisfied Student)  તેમની શાળાઓના આચાર્યોને પત્રો દ્વારા પરિણામને સંબધિત કારણ સ્પષ્ટ કરશે. બાદમાં આ રેકોર્ડ શાળાઓએ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે રાખવાનો રહેશે,ઉપરાંત પરિણામ તૈયાર કરતી સમિતિ વિદ્યાર્થીઓના કારણોના આધારે તેના પરિણામની તપાસ કરશે. ઉપરાંત જો ચકાસણી પર પરિણામ સાચું જણાય અને અસંતુષ્ટ થવાનું કોઈ કારણ ન હોય તો સમિતિ દ્વારા વિદ્યાર્થીને જવાબ મોકલવામાં આવશે.

જો પરિણામોમાં કોઈ ભૂલ હશે તો પ્રદેશ કાર્યલયમાં આપવામાં આવશે માહિતી

જો વિદ્યાર્થીઓના ગુણના મૂલ્યાંકનમાં (Result)કોઈ ભૂલ જણાય તો પરિણામ સમિતિ (Board Committee) તમામ દસ્તાવેજો અને તેની ભૂલ અંગે શાળાઓને જાણ કરશે. ઉપરાંત શાળાના આચાર્ય અને પરિણામ કમીટીના અધ્યક્ષ દ્વારા પ્રદેશ કાર્યાલયમાં પણ આ અંગે માહિતી આપવામાં આવશે. આપને જણાવવું રહ્યું કે, આ બાબતમાં નિર્ણય લીધા બાદ પ્રાદેશિક કચેરીના અધિકારી દ્વારા જરૂરી સુધારા કરવામાં આવશે.

જો કોઇપણ વિદ્યાર્થીને બોર્ડની નવી નીતિ (Board New Policy) સામે વાંધો હોય તો આ માટે શાળાઓએ લિંક પર હાજર પોલીસી પર ક્લિક કરીને અરજી કરવાની રહેશે. જો વિવાદ સાચો ન જણાય તો શાળાને CBSE દ્વારા જાણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,અસંતુષ્ટ વિદ્યાર્થીઓ 9 ઓગસ્ટથી લઈને  11 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે અને બોર્ડ દ્વારા 14 તારીખ સુધીમાં તેનું સમાધાન કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Happiest Minds hiring: આવી રહી છે નોકરીઓની અઢળક તક, આ IT કંપની 900 લોકોને રોજગારી આપશે, જાણો વિગતવાર

 

આ પણ વાંચો: SBI Apprentice 2020 Fees Refund: એપ્રેન્ટિસની પોસ્ટ માટે ફી રિફંડ માટે જાહેર કરાયા અરજી ફોર્મ, કરો અરજી

Next Article