CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી

16 નવેમ્બરથી CBSEની ટર્મ-1ની પરીક્ષા શરુ થવા જઇ રહી છે ત્યારે CBSEએ કેટલાક વિદ્યાર્થી માટે જ સ્થળ અને દેશ બદલવાની સુવિધા આપી છે. કોરોનાને કારણે અન્ય શહેર કે સ્થળે જવુ પડ્યુ હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સુવિધા આપવામાં આવી છે.

CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી
cbse-allows-students-to-take-term-1-exams-wherever-they-are-board-allows-students-to-choose-a-place
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 1:22 PM

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા(Exam)ઓ 16 અને 17 નવેમ્બરથી શરુ થઇ રહી છે ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ બદલવાની સુવિધા આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષા 2022 માટે નોંધણી કરાવી હતી તેઓ પરીક્ષા શહેર બદલવા માટે તેમની શાળામાંથી મંજુરી લઈ શકશે. પરીક્ષા શહેર બદલવાની તક 10 નવેમ્બર 11:59 વાગ્યા સુધી છે.

પરીક્ષા શહેર અથવા દેશ બદલવાની વિનંતી કરવા માટે ઉમેદવારોએ 10 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં શાળાને વિનંતી કરવાની રહેશે. આ પછી, શાળાઓ 12 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં બોર્ડની વેબસાઇટ પર CBSEને વિનંતીઓ મોકલશે.

કોરોના મહામારીને કારણે (CBSE)બોર્ડે વિદ્યાર્થીઓને ટર્મ-1ની પરીક્ષા ‘જ્યાં હોય ત્યાં’ આપવાની સુવિધા આપી છે. બોર્ડે cbse.gov.in પર પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર અંગે મહત્વની સૂચના જાહેર કરી છે. CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, જો કોઈ વિદ્યાર્થી કોવિડને કારણે અન્ય શહેરમાં રહેતો હોય, તો તેઓ તેમની શાળાને પરીક્ષાનું શહેર બદલવાની વિનંતી કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

થિયરી અને પ્રેક્ટિકલના સ્થળ એક રહેશે આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ થિયરી, પ્રેક્ટિકલ અથવા બંને થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પરીક્ષા શહેર બદલવાની વિનંતી કરી શકે છે. જો કે CBSEએ જણાવ્યુ છે કે, ઉમેદવારોએ થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા માટે એક કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. બે અલગ-અલગ કેન્દ્રો, એક થિયરી અને એક પ્રેક્ટિકલ માટે, મંજૂરી આપવામાં આવશે નહીં.

એકવાર પસંદગી બાદ ફેરફાર થઇ શકશે નહીં CBSE એ જણાવ્યું છે કે, ”જ્યાંથી વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માંગે છે તે શહેરની પસંદગી કાળજીપૂર્વક સબમિટ કરવી જોઈએ. કારણ કે, એકવાર શાળા દ્વારા વિનંતી સબમિટ કર્યા બાદ તેમાં કોઈ ફેરફારને મંજૂરી આપવામાં આવશે નહીં. શાળાઓ તેમના શાળાના લોગ-ઈન એકાઉન્ટમાંથી પરીક્ષાના બદલાયેલા કેન્દ્ર સાથેના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ઈમેલ પર પસંદગીનું સ્થળ સૂચવવુ વિદ્યાર્થીઓએ તેમની પસંદગી સ્થળ માટેની અરજીમાં ઇમેઇલ કરીને શહેરનું નામ સૂચવવાની સલાહ આપવામાં આવી છે. અરજી પ્રાપ્ત કર્યા પછી, શાળાઓને વિગતો સબમિટ કરવા માટે અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ‘સ્કૂલ પોર્ટલ’ પર લૉગિન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. શાળાઓ 12 નવેમ્બરે બપોરે 11.59 વાગ્યા સુધીમાં CBSE વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી વિનંતીઓની વિગતો અપલોડ કરશે.

આ પણ વાંચોઃ ‘નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી, નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન’ દેવેન્દ્ર ફડણવીસનો સ્ફોટક ખુલાસો

આ પણ વાંચોઃ ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ, અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">