AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIએ 18 નેવીના જવાનો સહિત 31 સામે નોંધી FIR, ઈન્કમટેક્સમાં ગોટાળાનો આરોપ

કેરલમાં 18 નેવી કર્મચારીઓ સહિત 31 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, તપાસ એજન્સી ટૂંક સમયમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

CBIએ 18 નેવીના જવાનો સહિત 31 સામે નોંધી FIR, ઈન્કમટેક્સમાં ગોટાળાનો આરોપ
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 11:30 AM
Share

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કેરલના કન્નુરમાં 2016-17ના વર્ષ બાદ આશરે 44 લાખના રૂપિયા નકલી આવકના રિફંડનો આરોપમાં 18 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને કેરળના બે પોલીસ કર્મચારીઓ સહિત 31 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તપાસ એજન્સીએ આઈટી એક્ટ-1961ની આઈપીસી કલમ 420 (છેતરપિંડી), 120-બી (ગુનાહિત ષડયંત્ર) અને 276C (ટેક્ષ બચાવવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલે કેરલના જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ (ટેક્નિકલ) ટીએમ સુગંથમાલાએ ફરિયાદ નોંધાવી હતી.

બોગસ રિફંડનો દાવો કરી રહ્યા હતા

ફરિયાદમાં, સુગંથમાલાએ આક્ષેપ કર્યો હતો કે કન્નુરમાં મોટો પગાર મેળવનારાઓ 2016-17થી બોગસ રિફંડનો દાવો કરી રહ્યા હતા અને કેટલાક એજન્ટો ફી તરીકે રિફંડની રકમના 10 ટકા વસૂલ કરીને તેમાંથી કેટલાક માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના FPOની પ્રાઇસ 3112 રૂપિયા નક્કી કરાઈ, ગૌતમ અદાણી આ રીતે 20,000 કરોડ એકત્ર કરશે

FIRમાં સુગંથમાલાએ કહ્યું કે, મૂલ્યાંકન અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં જાણવા મળ્યું કે આ લોકો વિવિધ કપાત કરીને બોગસ રિફંડનો દાવો કરી રહ્યા હતા, જે ફોર્મ-16માં સામેલ નહોતા. જો કે, કેટલાક કિસ્સાઓમાં, તેઓએ સ્વીકાર્યું છે કે તેમના દાવા ખોટા હતા અને વ્યાજ સાથે રિફંડની રકમ ચૂકવી દીધી છે. સુગંથમાલાએ કહ્યું કે કુલ 51 પગારદાર લોકોએ કેટલાક એજન્ટોની મિલીભગતથી આવકવેરા રિફંડના ખોટા દાવા કર્યા હતા. આ મામલે કેરલના જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ ટીએમ સુગંથમાલાએ ફરિયાદ નોંધાવી હતી.

44 લાખ પાછા ચૂકવ્યા જ નથી

તેમણે જણાવ્યું હતું કે, આવકવેરા રિફંડ મેળવનાર 51 કરદાતાઓમાંથી 20 વ્યક્તિઓએ તેમને નોટિસ ફટકાર્યા બાદ વિભાગને 24.62 લાખ રૂપિયા પરત કર્યા હતા. તેણે એ પણ સ્વીકાર્યું કે તેણે આવકવેરા રિફંડનો દાવો કરવામાં ભૂલ કરી હતી. ભારતીય નૌકાદળના 18 કર્મચારીઓ અને કેરળ પોલીસના બે કર્મચારીઓ સહિત બાકીના 31 કરદાતાઓએ ખોટા દાવા કર્યા હતા અને આવકવેરા રિફંડ મેળવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વિભાગને લગભગ 44 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે, જે તેઓએ કથિત રીતે બનાવટી દાવાઓ પર પોતાની પાસે રાખ્યા હતા.

આ મામલે કેરલના જોઈન્ટ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ ટીએમ સુગંથમાલાએ ફરિયાદ નોંધાવી હતી. કેરલમાં 18 નેવી કર્મચારીઓ સહિત 31 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, તપાસ એજન્સી ટૂંક સમયમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">