AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાલાસોર ટ્રેન અકસ્માત કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી, 280 લોકોના થયા હતા મોત

સીબીઆઈએ આ દુર્ઘટનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ શનિવારે ચાર્જશીટ દાખલ કરી છે. આ ત્રણેય આરોપીઓ રેલવે કર્મચારી છે, જેમની ધરપકડ થઈ ચૂકી છે. આ અકસ્માતમાં લગભગ 280 લોકોના કરુણ મોત થયા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. ત્રણ રેલવે કર્મચારીઓ અરુણ કુમાર મહંત, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ કુમાર પર બિનઇરાદાપૂર્વક હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ IPC કલમ 304, 201 અને રેલવે એક્ટ 1989 કલમ 153 હેઠળ CBIએ ચાર્જશીટ દાખલ કરી.

બાલાસોર ટ્રેન અકસ્માત કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી, 280 લોકોના થયા હતા મોત
CBI filed charge sheet in Balasore train accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 8:13 PM
Share

ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. સીબીઆઈએ આ દુર્ઘટનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ શનિવારે ચાર્જશીટ દાખલ કરી છે. આ ત્રણેય આરોપીઓ રેલવે કર્મચારી છે, જેમની ધરપકડ થઈ ચૂકી છે. આ અકસ્માતમાં લગભગ 280 લોકોના કરુણ મોત થયા હતા અને કેટલાય લોકો ઘાયલ થયા હતા. ત્રણ રેલવે કર્મચારીઓ અરુણ કુમાર મહંત, મોહમ્મદ અમીર ખાન અને પપ્પુ કુમાર પર બિનઇરાદાપૂર્વક હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના વિરૂદ્ધ IPC કલમ 304, 201 અને રેલવે એક્ટ 1989 કલમ 153 હેઠળ CBIએ ચાર્જશીટ દાખલ કરી.

આ પણ વાંચો: Breaking News: પાકિસ્તાન સામે ભારતે 267 રનનુ રાખ્યુ લક્ષ્ય, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની અડધી સદી

સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે બહનાગા બજાર સ્ટેશન નજીક લેવલ ક્રોસિંગ ગેટ નંબર 94 પર રિપેરિંગનું કામ અરુણ કુમાર મહંત દ્વારા એલસી ગેટ નંબર 79ના સર્કિટ ડાયાગ્રામનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. આરોપીનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે વર્તમાન સિગ્નલનું પરીક્ષણ, ઓવરહોલિંગ અને ઇન્ટરલોકિંગ ઇન્સ્ટોલેશન મંજૂર પ્લાન મુજબ કરવામાં આવે, પરંતુ તેણે તેમ કર્યું ન હતું.

આ વર્ષે 2 જૂને ત્રણ ટ્રેનો ટકરાઈ હતી. વાસ્તવમાં, કોરોમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઇનથી લૂપ લાઇન તરફ જતી હોવાને કારણે, તે બાલાસોરના બહનાગા બજાર રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક બીજાની ઉપર ચઢી ગયા હતા. ત્યારે ડાઉન લાઇનથી આવી રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના કેટલાક કોચ કોરોમંડલ એક્સપ્રેસના કોચ સાથે અથડાઈ ગયા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ પણ થઈ શકી ન હતી.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રહ્મંગા ગામની મુલાકાત લીધી હતી

આ અકસ્માત બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રહ્મંગા બજારની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ બહનગા બજારના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે રેલવે અને વહીવટીતંત્ર સાથે જે રીતે કામ કર્યું તે નોંધપાત્ર હતું. રેલવે મંત્રીએ બ્રહ્મંગા ગામના લોકોનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બહાનગા હોસ્પિટલના વિકાસ કામો માટે 1 કરોડ અને ગામ અને આસપાસના ગામોના વિકાસ માટે 1 કરોડ ફાળવવામાં આવ્યા છે. કુલ રકમમાંથી અડધી રકમ એમપી ફંડ દ્વારા અને બાકીની અડધી ભારતીય રેલવે દ્વારા ફાળવવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">