Breaking News: પાકિસ્તાન સામે ભારતે 267 રનનુ રાખ્યુ લક્ષ્ય, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની અડધી સદી
ભારતીય ટીમના ટોચના સ્ટાર બેટર્સ ઝડપથી વિકેટ ગુમાવી દેવાને લઈ મુશ્કેલી સર્જાઈ હતી. ભારતીય ટીમના બેટર વિરાટ કોહલી, સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જેને લઈ ભારતીય ટીમને શરુઆતમાં જ દબાણની સ્થિતિ સર્જાઈ હતી.

એશિયા કપ 2023 ની ત્રીજી વનડે મેચ પલ્લેકેલા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પાકિસ્તાન સામે શરુઆતમાં ભારતીય ટીમની રમત ધીમી રહી હતી. શરુઆતમાં જ એક બાદ એક મહત્વની વિકેટો ગુમાવી દેવાને લઈ મુશ્કેલી સર્જાઈ હતી. ભારતીય ટીમ 266 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય ટીમના ટોચના સ્ટાર બેટર્સ ઝડપથી વિકેટ ગુમાવી દેવાને લઈ મુશ્કેલી સર્જાઈ હતી. ભારતીય ટીમના બેટર વિરાટ કોહલી, સુકાની રોહિત શર્મા, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જેને લઈ ભારતીય ટીમને શરુઆતમાં જ દબાણની સ્થિતિ સર્જાઈ હતી.
હાર્દિક અને ઈશાને સંભાળી બાજી
શરુઆત ભારતીય ટીમની ખરાબ રહી હતી. 48 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માના રુપમાં પ્રથમ વિકેટ ભારતે ગુમાવી હતી. સુકાની રોહિત 22 બોલનો સામનો કરીને 11 રન નોંધાવી પરત ફર્યો હતો. જ્યારે બીજી વિકેટના રુપમાં વિરાટ કોહલી પરત ફર્યો હતો. કોહલીએ 7 બોલનો સામનો કરીને 4 રન નોંધાવ્યા હતા. શ્રેયસ અય્યરના રુપમાં ત્રીજી વિકેટ ભારતે ગુમાવી હતી. તેણે 9 બોલનો સામનો કરીને 14 રન નોંધાવ્યા હતા.
જોકે બાદમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. બંન વચ્ચે મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. ઈશાન કિશને 81 બોલનો સામનો કરીને 82 રન નોંધાવ્યા હતા. ઈશાને 2 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 90 બોલનો સામનો કરીને 87 રન નોંધાવ્યા હતા. પંડ્યાએ 1 છગ્ગો અને 7 ચોગ્ગો ફટકાર્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ 22 બોલનો સામનો કરીને 14 રન નોંધાવ્યા હતા. જ્યારે શાર્દૂલ ઠાકુરે 3 રન અને કુલદીપ યાદવે 4 રન નોંધાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 16 રન નોંધાવ્યા હતા. 48.5 ઓવરમાં જ ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. શરુઆતમાં ઝડપથી વિકેટના પતન થવાને લઈ ભારતીય ટીમ આટલા સ્કોર પર જ અટકી જવા પામી હતી. જોકે આ સ્કોર પર પહોંચાડવામાં હાર્દિક અને ઈશાનની મહત્વની ભૂમિકા રહી હતી. જોકે વરસાદ પણ સતત પરેશાન કરી રહ્યો છે.
