AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એક પછી એક મોટા ખુલાસા ! NEET UG પેપર લીક ગેંગનો વધુ એક સભ્ય CBIના સકંજામાં, મોબાઈલમાંથી મળી આવ્યા પુરાવા

NEET UG 2026 પેપર લીક મામલામાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ NEET UG પેપર લીક ગેંગના વધુ એક સભ્યને પોતાના સકંજામાં લીધો છે.

Breaking News : એક પછી એક મોટા ખુલાસા ! NEET UG પેપર લીક ગેંગનો વધુ એક સભ્ય CBIના સકંજામાં, મોબાઈલમાંથી મળી આવ્યા પુરાવા
| Updated on: May 18, 2026 | 2:57 PM
Share

NEET UG 2026 પેપર લીક મામલામાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ મોટી કાર્યવાહી કરતા લાતુર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) ના સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા ધરપકડના દસ્તાવેજોમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

CBI ના જણાવ્યા અનુસાર, શિવરાજ મોટેગાવકર પેપર લીક કરનારી સંગઠિત ગેંગના સક્રિય સભ્ય હતા અને તેમણે પરીક્ષા પહેલા જ NEET UG 2026 ના પ્રશ્નપત્રો તેમજ જવાબો મેળવી લીધા હતા.

મોબાઈલમાં મળ્યા ‘લીક પ્રશ્નપત્રો’

સીબીઆઈએ 14 મે 2026 ના રોજ લાતુર સ્થિત મોટેગાવકરના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમના મોબાઈલ ફોનમાંથી નીટ યુજી 2026 ના લીક થયેલા પ્રશ્નપત્રો મળી આવ્યા હતા. ત્યારબાદ એજન્સીએ તેમની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરી અને રવિવાર 17 મે 2026 ના રોજ સાંજે 7:15 વાગ્યે પુણે સ્થિત સીબીઆઈ ઓફિસમાં ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી લીધી.

ઘણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા ‘પેપર’

તપાસ એજન્સીનો દાવો છે કે, મોટેગાવકરે લીક થયેલા પ્રશ્નપત્રો અને જવાબો ઘણા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો સુધી પહોંચાડ્યા હતા. જો કે, પૂછપરછ દરમિયાન તેમણે એ લાભાર્થી વિદ્યાર્થીઓના નામ જણાવવાનું ટાળવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઈના દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ છે કે, પરીક્ષા પુરી થયા બાદ પુરાવા નાશ કરવાના હેતુથી પ્રશ્નપત્રો નષ્ટ કરવામાં આવ્યા હતા, જેથી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકાય.

ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

સીબીઆઈએ શિવરાજ મોટેગાવકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) અને સાર્વજનિક પરીક્ષા અધિનિયમ 2024 હેઠળ ગુનો નોંધ્યો છે. તેમના પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, પરીક્ષા પ્રણાલીમાં ભ્રષ્ટાચાર અને પુરાવા નાશ કરવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

સીબીઆઈની તપાસ ચાલુ

સીબીઆઈએ જણાવ્યું છે કે, આરોપીએ હજુ સુધી એ તમામ વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની માહિતી આપી નથી, જેમને લીક પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ લાતુર સહિત સમગ્ર મહારાષ્ટ્રના શૈક્ષણિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીબીઆઈ હવે આ આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: CBSEની મોટી જાહેરાત! હવે માત્ર ₹100માં જોઈ શકાશે ‘આન્સર શીટ’, ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ વચ્ચે બોર્ડનો નિર્ણય

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">