AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત

આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે. અગાઉ હાઈકોર્ટે જ જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત
NITISH KUMAR - TEJASHWI YADAV
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:27 PM
Share

બિહાર (Bihar) સરકારને પટના હાઈકોર્ટમાંથી (Patna High Court) મોટી રાહત મળી છે. જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેની સામે દાખલ કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે. અગાઉ હાઈકોર્ટે જ જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

7 જુલાઈએ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટે આ મામલો ફરી પાછો પટના હાઈકોર્ટમાં મોકલી દીધો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી 5 દિવસ સુધી ચાલી હતી. 7 જુલાઈએ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પટના હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જાતિ આધારિત વસ્તી ગણતરી પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

આ સર્વે 2 તબક્કામાં થવાનો હતો

ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. એડવોકેટ દિનુ કુમારે કહ્યું કે, ન્યાયાધીશે માત્ર એક લીટીમાં કહ્યું કે અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ સર્વે 2 તબક્કામાં થવાનો હતો. પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં યોજાયો હતો. જ્યારે બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ થયો હતો.

માગણીને સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો

આ સમગ્ર પ્રક્રિયા આ વર્ષના મે મહિના સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, 4 જુલાઈએ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જસ્ટિસ વિનોદ ચંદ્રન અને મધુરેશ પ્રસાદની ખંડપીઠે 3 અરજીઓની માગણીને સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય સામે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

વસ્તી ગણતરીનું લગભગ 80% કામ થઈ ગયું

વસ્તી ગણતરી સામે 7 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પ્રથમ પ્રતિબંધ લગાવતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. મળતી માહિતી મુજબ, વસ્તી ગણતરીનું લગભગ 80% કામ થઈ ગયું છે. બિહારમાં 7 જાન્યુઆરીથી જાતિ વસ્તી ગણતરી શરૂ થઈ હતી. આ ગણતરીનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા

એવું માનવામાં આવે છે કે 2024ની લોકસભા અને 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડશે. રાજ્યમાં OBC અને EBCની વસ્તી 52% થી વધુ છે. તેથી જ વસ્તીના હિસાબે અનામતનો દાવ રમવાની તૈયારીઓ થઈ રહી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તેનાથી લાભની અપેક્ષા રાખી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">