દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો પ્લેનની નીચે આવી ગઈ કાર, ડ્રાઈવરની પૂછપરછ, જુઓ વીડિયો

|

Aug 02, 2022 | 2:42 PM

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. ઈન્ડિગો પ્લેનની નીચે એક કાર આવી, જે પટના જવા માટે તૈયાર હતી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરના દિવસોમાં ઘણા એરક્રાફ્ટમાં ટેકનિકલ નિષ્ફળતાની ઘટનાઓ સામે આવી છે.

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો પ્લેનની નીચે આવી ગઈ કાર, ડ્રાઈવરની પૂછપરછ, જુઓ વીડિયો
Car under the plane
Image Credit source: ANI

Follow us on

દિલ્લી એરપોર્ટ (Delhi Airport) પર આજે મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, એક કાર ટેક ઓફ માટે તૈયાર ઈન્ડિગોના વિમાનની (Indigo plane) નીચે આવી ગઈ હતી. આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફ્લાઇટમાં મુસાફરો પણ બેઠા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નિકલ ખામીને કારણે ઘણા વિમાનોએ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. DGCAએ પણ એરક્રાફ્ટની ખરાબી પર કડક કાર્યવાહી કરી છે.

અહેવાલો અનુસાર, કાર ઈન્ડિગોના વિમાનની નીચે આવી ગઈ હતી. ઈન્ડિગો પ્લેન 6E2002 પટના જવા માટે તૈયાર હતું. ત્યારે એક કાર પ્લેનના પૈડા નીચે આવી ગઈ હતી. આ ઘટના બાદ એરપોર્ટ પર અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. જોકે, બાદમાં ફ્લાઈટ સમયસર પટના જવા રવાના થઈ હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એરપોર્ટમાં વિમાનની નીચે કાર કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પછી ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો. જો કે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીઓ ડ્રાઈવરને પૂછપરછ કરી રહ્યા છે કે તે વાહન લઈને ત્યાં કેમ ગયો.

સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં વિમાન પાર્ક હોય ત્યાં કોઈ વાહનને લઈ જવાની મંજૂરી નથી હોતી. વિમાનમાં મુસાફરો પણ બેઠા હતા. આ ચાલકે કયા સંજોગોમાં કારને ત્યાં લઈ ગયો તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાકર્મીઓ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા છે.

એરક્રાફ્ટ ફેલ થવા પર DGCAની મોટી કાર્યવાહી

એવિએશન સેક્ટરના રેગ્યુલેટર ડીજીસીએએ સ્પાઈસ જેટ સામે કડક કાર્યવાહી કરી હતી. આગામી આઠ અઠવાડિયા માટે, તેની 50 ટકા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં, સ્પાઇસજેટના વિમાનોમાં તકનીકી ખામીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. 19 જૂનથી 18 દિવસના સમયગાળા દરમિયાન સ્પાઈસ જેટના વિમાનોમાં ટેક્નિકલ ખામીના ઓછામાં ઓછા આઠ કેસ નોંધાયા બાદ DGCAએ 6 જુલાઈએ એરલાઈનને કારણદર્શક નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નબળી આંતરિક સુરક્ષા તપાસ અને અપૂરતી જાળવણીની કાર્યવાહીને કારણે સુરક્ષાના ધોરણોમાં ઘટાડો થયો છે.

Next Article