Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે
કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ સાથે મળીને ચૂંટણી લડશે. ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી.
પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) પહેલા રાજકીય હલચલ મચી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ (Captain Amrinder Singh) સાથે મળીને ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ શેખાવતે કહ્યું, આજની વાતચીત પછી હું કહી શકું છું કે એ નિશ્ચિત છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું. સીટ વહેંચણી અંગે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.
Delhi | Punjab Lok Congress leader and former CM Captain Amarinder Singh today met Union minister and Punjab BJP incharge Gajendra Singh Shekhawat, today pic.twitter.com/S6AKvRYbbN
— ANI (@ANI) December 17, 2021
કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, 7 રાઉન્ડની વાતચીત પછી, આજે હું પુષ્ટિ કરું છું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવા જઈ રહ્યા છે. સીટ વહેંચણી જેવા વિષયો પર પછીથી ચર્ચા કરવામાં આવશે.
After 7 rounds of talks, today I confirm that BJP & Punjab Lok Congress are going to fight the upcoming Punjab Assembly elections together. Topics like seat share will be discussed later: Union Minister & Punjab BJP in-charge Gajendra Singh Shekhawat pic.twitter.com/WErOFbzwnb
— ANI (@ANI) December 17, 2021
શેખાવતને મળ્યા બાદ પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી લડવા અંગે કહ્યું, અમે તૈયાર છીએ અને અમે આ ચૂંટણી જીતવાના છીએ. સીટની વહેંચણી અંગેનો નિર્ણય સીટ ટુ સીટના આધારે લેવામાં આવશે, જેમાં જીતને પ્રાથમિકતા આપવામાં આવશે. અમને 101% ખાતરી છે કે અમે આ ચૂંટણી જીતી રહ્યા છીએ.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ ચંદીગઢમાં અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચના કરી. ઉત્તર પ્રદેશની જેમ પંજાબમાં પણ આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
આ પણ વાંચો : UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું – SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે
આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો