AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું – SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે

અમિત શાહે કહ્યું, હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ સપા, બસપા, કોંગ્રેસે દેશ અને રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું, તમને શું આપ્યું? મોદીજીની સરકારે ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગેસ, શૌચાલય, મકાન, આરોગ્ય વીમો જેવી ઘણી સુવિધાઓ આપી.

UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું - SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે
Home Minister Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 5:10 PM
Share

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પહેલા જાહેરસભાઓનો તબક્કો ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે (Amit Shah) શુક્રવારે રેલીમાં કહ્યું કે, SP-BSP ના સુપડા સાફ કરશે અને કોંગ્રેસનું (Congress) ખાતું પણ ન ખુલે એવું કામ કરવાનું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જ્યારે સપા, બસપાની સરકારો બની ત્યારે પણ તેઓએ પોતાની જાતિના લોકો માટે જ કામ કર્યું. લખનૌમાં નિષાદ સમાજ સાથે આયોજિત રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે તો બીજી તરફ બીજી તરફ બનારસમાં કાશી વિશ્વનાથ ધામ બનાવવામાં આવી રહ્યું છે જે કાશી ધામને તેનું અસ્તિત્વ પાછું આપી રહ્યું છે.

અમિત શાહે 300 પારનો નારો આપ્યો તેમણે કહ્યું કે સપા-બસપાનો સફાયો થશે, કોંગ્રેસનું ખાતું ન ખુલે એ માટે કામ કરવા પડશે. મોદીજી અને યોગીજીનો સંદેશ લઈને ફરી 300 પારનો નારો આપીને જીતની ગાથા લખવાની છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં જે ભાજપ સરકાર બનવા જઈ રહી છે તે નિષાદ સમાજના અન્ય તમામ એજન્ડાને પૂર્ણ કરવાનું કામ કરશે.

ભાજપ (BJP) અને નિષાદ પાર્ટીની સંયુક્ત રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2019ની ચૂંટણીમાં ભાઈ સંજય નિષાદ ભાજપમાં જોડાયા અને નિષાદ સમાજ ગામડે ગામડે ગયો અને દરેક બૂથ પર કમળના સંદેશ સાથે ગયો. બે તૃતીયાંશ બહુમતીથી નરેન્દ્ર મોદીની પૂર્ણ બહુમતની સરકાર બનાવવા માટે કામ કર્યું.

યોગી શાસનમાં માફિયા ભાગી ગયાઃ અમિત શાહ યોગી સરકારના કામના વખાણ કરતા અમિત શાહે કહ્યું કે, જે રાજ્યમાં માફિયાઓ અને ગુંડાઓ રાજ કરે છે ત્યાં ગરીબોનો ક્યારેય વિકાસ થતો નથી. કાયદાનું શાસન હોય ત્યારે જ ગરીબોનો વિકાસ થાય છે. સપા-બસપાની સરકારો માફિયાઓને રક્ષણ આપતી હતી. યોગીજીની સરકારમાં તમામ માફિયાઓ ભાગી ગયા છે.

અમિત શાહે કહ્યું, હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ સપા, બસપા, કોંગ્રેસે દેશ અને રાજ્યમાં ઘણા વર્ષો સુધી શાસન કર્યું, તમને શું આપ્યું? મોદીજીની સરકારે ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે ગેસ, શૌચાલય, મકાન, આરોગ્ય વીમો જેવી ઘણી સુવિધાઓ આપી. તેમણે કહ્યું કે સપા, બસપા, કોંગ્રેસે ઘણા વર્ષો સુધી દેશ અને ઉત્તર પ્રદેશમાં શાસન કર્યું, પરંતુ ગરીબોના ઘરમાં ન તો રાંધણ ગેસ આપ્યો અને ન તો શૌચાલય બન્યા.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, અમે ભલે ખોટા નિર્ણયો લીધા હોય, પરંતુ અમારો ઈરાદો ક્યારેય ખોટો નહોતો

આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">