Goa: કેનકોનાથી બીજેપી ધારાસભ્ય રમેશ તાવડકરે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભર્યું નોમિનેશન, પ્રમોદ સાવંત પણ હતા હાજર

બીજેપીના રમેશ તાવડકરે કેનાકોના સીટ પરથી અપક્ષ ઉમેદવાર ઇસિડોર અલેકસિન્હો ફર્નાન્ડિસને 3051 મતોના માર્જિનથી હરાવ્યા. તાવડકરને 9063 મત મળ્યા હતા. જ્યારે ફર્નાન્ડિસને 6012 મળ્યા હતા.

Goa: કેનકોનાથી બીજેપી ધારાસભ્ય રમેશ તાવડકરે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભર્યું નોમિનેશન, પ્રમોદ સાવંત પણ હતા હાજર
Canacona Bjp Mla Ramesh Tawadkar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:29 PM

કેનાકોનાના ભાજપના ધારાસભ્ય રમેશ તાવડકરે (Canacona BJP MLA Ramesh Tawadkar) રવિવારે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ પદ (speaker post) માટે નામાંકન દાખલ કર્યું. આ દરમિયાન ગોવાના નામાંકિત સીએમ પ્રમોદ સાવંત પણ હાજર હતા. જણાવી દઈએ કે ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતનો શપથ ગ્રહણ સમારોહ 28 માર્ચે યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. શપથ સમારોહ 28 માર્ચે સવારે 11 કલાકે પણજી પાસેના ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાશે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ભાજપ શાસિત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સમારોહમાં હાજરી આપશે.

ગોવામાં MGP સાથે મળીને ભાજપ સરકાર બનાવશે

ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સાવંત બીજી ટર્મ માટે ગોવાના મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળશે. સાવંત સર્વસંમતિથી વિધાયક દળના વડા તરીકે ચૂંટાયા બાદ ભાજપે ગયા સોમવારે આ જાહેરાત કરી હતી. 40 સભ્યોની વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપે 20 બેઠકો જીતી હતી, જે બહુમતીના આંકથી માત્ર એક બેઠક ઓછી હતી. બીજેપીએ બે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP) ધારાસભ્યો અને ત્રણ અપક્ષોના સમર્થન સાથે રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

સાવંત ઉત્તર ગોવાના સાંખાલીમથી ધારાસભ્ય છે. 2017 માં, જ્યારે ભાજપે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવી, ત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પર્રિકરના અવસાન બાદ સાવંતે માર્ચ 2019માં પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

તાવડકરે ફર્નાન્ડિસને 3051 મતોથી હરાવ્યા હતા

બીજેપીના રમેશ તાવડકરે કેનાકોના સીટ પરથી અપક્ષ ઉમેદવાર ઇસિડોર અલેકસિન્હો ફર્નાન્ડિસને 3051 મતોના માર્જિનથી હરાવ્યા. તાવડકરને 9063 મત મળ્યા હતા. જ્યારે ફર્નાન્ડિસને 6012 મળ્યા હતા. જો વોટિંગ ટકાવારીની વાત કરીએ તો, તાવડકરને 31.11 ટકા જ્યારે ફર્નાન્ડિસને 20.64 ટકા મળ્યા હતા.

આ પણ વાંચો :  Amarnath Yatra 2022: બે વર્ષ બાદ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ ચાલશે, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">