AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

આવકવેરા વિભાગે શિવસેનાના નેતા યશવંત જાધવને ડાયરી અંગે પૂછપરછ કરી તો યશવંત જાધવે ચતુરાઈથી માતોશ્રીનો અર્થ માતા કહી દીધો. એટલે કે, તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તેમણે આ ભેટો તેની માતાના નામે આપી છે. પરંતુ આવકવેરા વિભાગ આ જવાબથી સંતુષ્ટ થશે, તેવી શક્યતા ઓછી છે.

શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, 'માતોશ્રી'ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ
Yashwant Jadhav ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 3:59 PM
Share

આવકવેરા વિભાગે શિવસેનાના (Shiv Sena) નેતા અને BMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘર પર દરોડા (IT RAID) પાડ્યા હતા. આ દરોડામાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો બહાર આવ્યા હતા. આ દરોડા દરમિયાન IT ટીમને એક ડાયરી પણ મળી આવી હતી. હવે આવકવેરા વિભાગે આ ડાયરી અંગે નવો ખુલાસો કર્યો છે. આ ડાયરીમાં ‘માતોશ્રી’ને (Matoshree) 50 લાખ રૂપિયાની ઘડિયાળ અને 2 કરોડ રૂપિયા રોકડા ભેટમાં આપવાનો ઉલ્લેખ છે. અત્રે ઉલ્લેખનીય કે ‘માતોશ્રી’ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનનું નામ છે. આવકવેરા વિભાગના (Income tax department) સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડાયરીમાં ગુડી પડવાના તહેવાર પર આ ભેટ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જ્યારે આવકવેરા વિભાગે યશવંત જાધવને આ અંગે પૂછપરછ કરી તો યશવંત જાધવે ચતુરાઈથી માતોશ્રીનો અર્થ માતા કહી દીધો. એટલે કે, તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તેમણે આ ભેટ તેની માતાને આપી છે. પરંતુ આવકવેરા વિભાગ આ જવાબથી સંતુષ્ટ થશે, તેવી શક્યતા ઓછી છે. આવકવેરા વિભાગ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

’24 મહિનામાં 38 મિલકતો ખરીદી, કોરોનાના સમયગાળામાં ઘણો ભ્રષ્ટાચાર થયો’

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘આવકવેરા આ અંગે તપાસ કરી રહ્યું છે. હું આ અંગે ટિપ્પણી કરીશ નહીં. તેણે 24 મહિનામાં 38 પ્રોપર્ટી ખરીદી છે. કોવિડના સમયગાળા દરમિયાન અમે જે આરોપ લગાવ્યા હતા, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવી રીતે લૂંટ શરૂ થઈ તે આજે સાચો સાબિત થઈ રહ્યો છે. અમને વિશ્વાસ છે કે આવકવેરા વિભાગ યોગ્ય દિશામાં તપાસ કરશે.

કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકરે ED તપાસની માંગ કરી છે

દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકરે આ મામલે ED તપાસની માંગ કરી છે. EDની તપાસની માંગ કરતા અતુલ ભાટખાલકરે TV9 Bharatvarsh Digital સાથે વાત કરતા કહ્યું કે જનતાના લૂંટાયેલા પૈસા પરત કરવા જોઈએ. જો ED દ્વારા તપાસ કરવામાં નહીં આવે અને જનતાના પૈસા પરત નહીં કરવામાં આવે તો ભાજપ તેની સામે આંદોલન કરશે.

કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર આક્ષેપો કર્યા હતા

જાન્યુઆરીમાં કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં કોવિડ સેન્ટર બનાવવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે આવકવેરા વિભાગને પુરાવા આપવાની વાત પણ કરી હતી.

યશવંત જાધવ કેસમાં BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ

દરમિયાન, આવકવેરા વિભાગે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પણ નોટિસ મોકલી છે. યશવંત જાધવ કેસમાં નોટિસ મોકલવામાં આવી છે. આ પહેલા પણ 10 માર્ચ 2022ના રોજ ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલવામાં આવી હતી. ચહલે પણ તેનો જવાબ આપ્યો છે. એક દિવસ પહેલા બીજેપી નેતા મોહિત કંબોજે પણ BMC કમિશનર પર આરોપ લગાવ્યો હતો કે તેણે અમેરિકામાં પ્રોપર્ટી બનાવી છે. ચહલે, મોહિંત કંબોજના આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે અમેરિકામાં તેમની કોઈ મિલકત નથી.

આ પણ વાંચોઃ

Odisha: ભારતની તાકાતમાં વધારો, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ

આ પણ વાંચોઃ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને જોડવા શા માટે આતુર ?

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">