Birbhum Violence : બીરભૂમ હિંસા કેસની તપાસ સીબીઆઈને, કોલકત્તા હાઈકોર્ટનો આદેશ
બીરભૂમ હિંસા અને આગજની મામલે કોલકાતા હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે હવે આ મામલાની તપાસ સીબીઆઈ કરશે. અગાઉ હાઈકોર્ટે, પશ્ચિમ બંગાળ સરકાર પાસે 24 કલાકમાં આ ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો.
પશ્ચિમ બંગાળના બીરભૂમ હિંસા (Birbhum Violence) અને આગચંપી મામલે કોલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આદેશ જાહેર કર્યો છે કે હવે આ કેસની તપાસ સીબીઆઈ (CBI) કરશે. મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના બીરભૂમમાં TMC નેતાની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત કુલ આઠ લોકોના મોત થયા છે. ફોરેન્સિક નિષ્ણાતોના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. હત્યાકાંડ પહેલા તમામ આઠ માણસોને ખરાબ રીતે મારવામાં આવ્યા હતા.
West Bengal | Calcutta High Court orders CBI probe in Rampurhat, Birbhum case. Report to be submitted by April 7.
SIT was conducting the probe till date
— ANI (@ANI) March 25, 2022
બીજી તરફ ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઈન્દ્રનીલ ખાને કલકત્તા હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ તપાસના આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આશા છે કે પીડિત પરિવારોને ન્યાય મળશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કથિત બેદરકારી બદલ અનેક વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
આ ઘટનામાં રામપુરહાટના સ્ટેશન ઈન્ચાર્જ ત્રિદીપ પ્રામાણિકને આ કેસમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે SDPO શ્રીશયન અહેમદની બદલી કરી દેવામાં આવી છે. તો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં આઠ લોકોની હત્યાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકાર, રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવી છે. કમિશને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે ચાર સપ્તાહમાં વિગતવાર માહિતી આપતો અહેવાલ સુપરત કરવાનો પણ નિર્દેશ કર્યો છે.
ગુરુવારે મમતા સરકાર પર નિશાન સાધતા ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે બંગાળમાં બદલાની રાજનીતિ થઈ રહી છે. અત્યાર સુધી મમતા બેનર્જીના કાર્યકરોએ ભાજપના 200 જેટલા કાર્યકરોની હત્યા કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે આ મહિલાઓ અને બાળકોને સળગાવવા પહેલા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો
આ પણ વાંચોઃ
West Bangal: કલકત્તા હાઈકોર્ટ આજે બીરભૂમ હિંસા કેસમાં આદેશ જારી કરી શકે છે, NHRCએ મમતા સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો
આ પણ વાંચોઃ