સીટને ફ્લેટ કરશો તો બની જશે મેદાન, જાણો યશોભૂમિમાં શું છે ખાસ

ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો કન્વેન્શન સેન્ટર (IICC) 'યશોભૂમિ'ના પ્રથમ તબક્કાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. યસોભૂમિમાં વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન હોલ છે અને તે ભારત મંડપમ કરતા પણ વિશાળ છે. આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાઓ અને બિઝનેસ ઈવેન્ટ્સ યોજવા માટે કરવામાં આવશે.

સીટને ફ્લેટ કરશો તો બની જશે મેદાન, જાણો યશોભૂમિમાં શું છે ખાસ
Yashobhoomi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 1:53 PM

PM મોદીએ રવિવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો કન્વેન્શન સેન્ટર (IICC) ‘યશોભૂમિ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. તે ભારત મંડપમ કરતાં પણ મોટું છે જ્યાં તાજેતરમાં G20 સમિટ યોજાઈ હતી. યશોભૂમિના આર્કિટેક્ટ દિક્ષુ કુકરેજા યશોભૂમિએ ટીવી 9 ભારતવર્ષને યશોભૂમિની વિશેષતાઓ વિશે જણાવતા કહ્યું કે તેના એક રૂમમાં છ હજાર લોકો સુધી બેસી શકે તેવી વ્યવસ્થા છે. તમને જણાવી દઈએ કે દિક્ષુ કુકરેજાએ મંડપમ, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, એરો સિટી ડિઝાઇન કરી છે.

યશોભૂમિ ખાતે બનેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો કન્વેન્શન સેન્ટર દ્વારકા, નવી દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ મીટિંગ્સ, કોન્ફરન્સ અને સંમેલનોનું આયોજન કરવા માટે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે અને તેમાં વર્લ્ડ ક્લાસ મૂળભૂત સુવિધાઓ છે.

આ પણ વાંચો : PM Modi Birthday: વિવેક ઓબેરોયથી લઈને રજત કપૂર સુધી, આ બોલિવૂડ સેલેબ્સે સ્ક્રીન પર ભજવી છે પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

તેમણે કહ્યું કે યશોભૂમિ પાસે વિશ્વના સૌથી મોટા પ્રદર્શન હોલમાંથી એક છે. આ એક્ઝિબિશન હોલનો ઉપયોગ વેપાર મેળાઓ, પ્રદર્શનો અને બિઝનેસ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે કરવામાં આવશે.

યશોભૂમિમાં શું છે ખાસ સુવિધાઓ, જાણો-

  1. દરેક સીટની નીચે એક મશીન છે, સીટને ફ્લેટ કરતા જગ્યા મેદાન બની જાય તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  2. એક રૂમમાં છ હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે.
  3. યશોભૂમિના મીટીંગ હોલને સાઉન્ડ પ્રુફ બનાવવામાં આવ્યા છે.
  4. LED સ્ક્રીન (લગભગ એક લાખ ચોરસ ફૂટ)જે ભારતની સૌથી મોટી છે. ખુલ્લું મેદાન, જેની સામે એક લાખ લોકો બેસી શકે. સામાન્ય રીતે આ પ્રકારના મેદાનનો ઉપયોગ વર્લ્ડ કપ અને મોટી ઈવેન્ટ માટે થાય છે.
  5. યશોભૂમિ સેન્ટ્રલમાં એક મેટ્રો સ્ટેશન છે. અહીંથી તમે થોડી જ મિનિટોમાં એરપોર્ટ પહોંચી શકો છો.
  6. 8.9 લાખ ચોરસ મીટરથી વધુના કુલ પ્રોજેક્ટ વિસ્તાર સાથે, યશોભૂમિ વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં સ્થાન મેળવશે.
  7. યશોભૂમિનું મુખ્ય સભાગૃહ સંમેલન કેન્દ્રનો સંપૂર્ણ હોલ છે અને તેની બેઠક ક્ષમતા આશરે 6,000 મહેમાનો છે.
  8. લાકડાના ફ્લોરિંગ અને અદભૂત દિવાલ પેનલ્સ સાથેનું યસોભૂમિનું ઓડિટોરિયમ મહેમાનોને વિશ્વ કક્ષાનો અનુભવ કરાવશે.
  9. યશોભૂમિના કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય સભાગૃહ, 13 મીટિંગ રૂમ સહિત 15 કન્વેન્શન રૂમનો સમાવેશ થાય છે. અહીં 11,000 પ્રતિનિધિઓ એકસાથે જોડાઈ શકે છે.
  10. યસોભૂમિના ઓડિટોરિયમમાં એક અદ્યતન ઓટોમેટિક બેઠક વ્યવસ્થા છે, જે વ્યક્તિગત બેઠક વ્યવસ્થા માટે ફ્લોરને સપાટ ફ્લોર અથવા ઓડિટોરિયમ શૈલીમાં બેસવાની મંજૂરી આપે છે.
  11. યશોભૂમિનો ગ્રાન્ડ બૉલરૂમ અંદાજે 2500 મહેમાનોને હોસ્ટ કરી શકે છે. તેમાં ખુલ્લો વિસ્તાર પણ છે, જેમાં 500 લોકો બેસી શકે છે.
  12. યશોભૂમિના આઠ માળ પર ફેલાયેલા 13 મીટિંગ રૂમમાં વિવિધ સ્તરોની બેઠકો આયોજિત કરવાની કલ્પના કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">