Budget 2021: સમજો આ મહત્વના શબ્દો અને તેના અર્થ, જે બનાવી દેશે બજેટને સમજવુ અત્યંત સરળ

સરકાર વર્ષભર ક્યાંથી કેટલી કમાણી કરશે અને ક્યાં કેટલો ખર્ચ કરશે તે સવાલોના જવાબ આપતો હિસાબ કિતાબ બજેટમાં રજુ થાય છે. આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ (Budget) ની અસર સામાન્ય રીતે સૌની પર પડતી હોય છે.

Budget 2021: સમજો આ મહત્વના શબ્દો અને તેના અર્થ, જે બનાવી દેશે બજેટને સમજવુ અત્યંત સરળ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 01, 2021 | 10:22 AM

સરકાર વર્ષભર દરમ્યાન ક્યાંથી કેટલી કમાણી કરશે અને ક્યાં કેટલો ખર્ચ કરશે તે સવાલોના જવાબ આપતો હિસાબ કિતાબ બજેટમાં થાય છે. આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ (Budget) ની અસર સામાન્ય રીતે સૌની પર પડતી હોય છે. એટલા માટે જ તેને સમજવુ ખૂબ જ જરુરી છે. જોકે બજેટમાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સમજવા ખૂબ જ અઘરા હોય છે. અહી અમે આવા જ કેટલાંક શબ્દો બતાવી રહ્યા છીએ, જેનો મતલબ આપને સમજવો જરુરી છે. આ શબ્દોને સમજી લેવા થી જ તમને બજેટ પણ સમજમાં આવી જશે.

ફાઇનાન્સ બીલઃ બજેટ રજૂ થવા બાદ સંસદમાં સરકાર ફાઇનાન્સ બીલ રજૂ કરતી હોય છે. જેમાં સરકારની કમાણીની વિગતો હોય છે.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

એપ્રોપ્રિએશન બીલઃ ફાઇનાન્સ બીલ સાથે જ એપ્રોપ્રિએશન બીલ પણ રજૂ કરવામાં આવે છે. જેમાં સરકારના ખર્ચની વિગતો હોય છે.

બજેટ એસ્ટીમેન્ટઃ આવનારા નાણાંકીય વર્ષ એટલે કે ફાઇનાન્સીયલ વર્ષમાં સરકાર જે કમાણી અને ખર્ચ નુ અનુમાન બનાવે છે. જેને બજેટ એસ્ટીમેન્ટ કહે છે.

રિવાઇજ્ડ એસ્ટીમેન્ટઃ એટલે કે સંશોધિત અનુમાન. પાછલા નાણાંકીય વર્ષમાં સરકાર એ કમાણી અને ખર્ચનુ અનુમાન લગાવ્યુ હતુ. જેને ફરી થી સંશોધન કરીને રજૂ કરે છે.

એક્ચ્યુઅલઃ એટલે કે વાસ્તવિક બે વર્ષ પહેલા સરકારે હકિકતમાં જેટલી કમાણી કરી હતી, અને જેટલો ખર્ચ કર્યો હતો તેને એકચ્યુઅલ કહેવામાં આવે છે.

ફિક્સલ ડેફિસિટઃ જેને રાજકોષિય ઘાટા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર દ્રારા કમાણી ઓછી છે અને ખર્ચ વઘારે છે. જેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવે છે.

ફિક્સલ સરપ્લસઃ સરકારની કમાણી વધારે છે અને ખર્ચ ઓછો છે, એટલે કે સરકાર ફાયદામાં છે.

રેવન્યુ ડેફિસિટઃ એટલે કે રાજસ્વ ખોટ. સરકારને કમાણીનુ જે લક્ષ્ય હતુ, પરંતુ એટલી કમાણી થઇ શકી નથી તો તેને રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે છે.

ડાયરેક્ટ ટેક્સઃ જે સરકાર સામાન્ય લોકો પાસે થી સીધો મેળવતી હોય છે. જેમ કે ઇન્કમ ટેસ્ટ, કોર્પોરેટ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ વગેરે.

ઇન્ડાયરેક્ટ ટેક્સઃ  જે ટેક્સ સામાન્ય લોકો પાસે થી પરોક્ષ રીતે વસુલવામાં આવે છે. જેમ કે એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી અને સર્વિસ ટેસ્ટ વગેરે.

ઇન્કમ ટેક્સઃ આ ટેક્સ તમારી કમાણી પર લાગુ પડે છે. આ ઉપરાંત ક્યાંય રોકાણ કર્યુ હોય અને તેની પર વ્યાજ મળી રહ્યુ હોય તો તેની પર ઇન્કમટેક્ષ ચુકવવાનો હોય છે.

કોર્પોરેટ ટેક્સઃ કોર્પોરેટ કંપનીઓ અથવા ફર્મને પોતાની કમાણી પર સરકારને ટેક્સ ચુકવવાનો હોય છે. જે કોર્પોરેટ ટેક્સ કહવાય છે.

એક્સાઇઝ ડ્યૂટીઃ દેશની અંદર અને બહાર નિર્માણ થનારા સામાન પર જે ટેક્સ લાગે છે તેને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. જેને હવે જીએસટીમાં સામેલ કરી દેવામાં આવેલ છે. જોકે પેટ્રોલ-ડિઝલ અને દારુ પર હજુ પણ એક્સાઇઝ ડ્યુટી લાગે છે.

કસ્ટમ ડ્યૂટીઃ જેને બીજા શબ્દમાં સીમા શુલ્ક તરીકે ઓળખવામાં આવે છે. જે પણ સામાન બીજા દેશ થી આવી રહ્યો હોય અથવા બીજા દેશ જઇ રહ્યો હોય ત્યારે લાગુ પડે છે. એટલે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર કસ્ટમ ડ્યૂટી લાગે છે.

કંસોલિડેટેડ ફંડઃ સરકાર જે પણ કમાણી કરે છે, તેને કંસોલિડેટેડ ફંડમાં રાખવામાં આવે છે. જે નાણાં બહાર નિકાળવા માટે સંસદ ની મંજૂરી જરુરી હોય છે.

કંટિન્જેન્સી ફંડઃ જે આકસ્મિક ફંડ તરીકે પણ ઓળખાય છે. અચાનક જરુર પડવા પર સરકાર જે ફંડનો ઉપયોગ કરે છે તે ફંડ આકસ્મિક ખર્ચ માટેનુ હોય છે. જે કંટિન્જેન્સી ફંડ કહેવાય છે, જેને ઉપાડવા માટે સંસદની મંજૂરીની જરુર રહેતી નથી.

રેવન્યુ એક્સપેંડિચરઃ રાજસ્વ ખર્ચ તરીકે ઓળખાય છે, દેશને ચલાવવા માટે સરકાર ને જે ખર્ચની જરુર હોય છે. તેને રેવન્યુ એક્સપેંડિચર કહેવાય છે. જે ખર્ચ સબસીડી આપવા, પગાર કરવા, કર્જ ચુકવણી, રાજ્ય સરકારને ગ્રાન્ટ આપવામાં થાય છે.

કેપિટલ એક્સપેન્ડિચરઃ એવો ખર્ચ જેના થી સરકારને કમાણી થઇ શકે છે. આ પ્રકારનો ખર્ચ સરકાર કોઇપણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટમાં કરે છે. આ ઉપરાંત સ્કૂલ અને કોલેજ તેમજ માર્ગો અને હોસ્પિટલ બનાવવા પણ ખર્ચ કરે છે.

શોર્ટ ટર્મ ગેઇનઃ જ્યારે કોઇ શેર બજાર માં એક વર્ષ થી ઓછા સમય માટે પૈસા લગાવીને ફાયદો મેળવવામાં આવે છે, તેને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પણ કહે છે.

લોન્ગ ટર્મ ગેઇનઃ જ્યારે કોઇ શેર બજાર માં એક વર્ષ થી વધારે સમય માટે પૈસા લગાવીને નફો મેળવવામાં આવે છે, તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન પણ કહે છે.

ડિસઇન્વેસ્ટમેન્ટઃ જેને વિનિવેશ પણ કહેવામાં આવે છે. સરકારી કંપનીઓની કેટલીક હિસ્સેદારીને સરકાર વેચી દઇ જે કમાણી કરે છે.

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">