Budget 2021: નિર્મલા સીતારમણ આગામી બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં આપી શકે છે રાહત, જાણો કેવી રીતે

મધ્યમ વર્ગના કરદાતાઓને બજેટ 2021માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

  • tv9 webdesk40
  • Published On - 19:51 PM, 14 Jan 2021
Budget 2021: Nirmala Sitharaman may give tax relief to middle class in next budget, find out how

મધ્યમ વર્ગના કરદાતાઓને બજેટ 2021માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તમામ કરદાતાઓના મનમાં એક સવાલ છે કે શું ટેક્સ મોરચે કોઈ છૂટની જાહેરાત કરવામાં આવશે? સમાચાર સંસ્થાનાં અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર મધ્યમ વર્ગ માટે થોડી રાહતની જાહેરાત કરી શકે છે. તેમને કોરોનાને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિ સામે લડવામાં મદદ કરવા માટે સરકાર કરનો ભાર ઘટાડવાનું વિચારી રહી છે.

 

સરકાર કરદાતાઓને રાહત આપતી વખતે ટેક્સ છૂટની મર્યાદાને 5 લાખ કરી શકે છે. હાલમાં આ 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નથી. 2.5થી 5 લાખ સુધીની આવક પર 5 ટકાનો વેરો વસૂલવામાં આવે છે. જો કે 2019 ના બજેટમાં સરકારે છૂટની ઘોષણા કરી હતી. તેના અંતર્ગત 5 લાખ સુધીની આવકવાળા કરદાતાઓએ શૂન્ય કર ચૂકવવો પડશે. જો કે મૂળ મુક્તિ મર્યાદા માત્ર 5 લાખ રાખવામાં આવી હતી.

2020ના બજેટમાં નવી ટેક્સ સિસ્ટમની ઘોષણા કરવામાં આવી હતી

2020ના બજેટમાં સરકારે નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત કરી હતી. આમાં મુક્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી અને ટેક્સ સ્લેબને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો – 5 ટકા, 10 ટકા, 15 ટકા, 20 ટકા, 25 ટકા અને 30 ટકા. 0-2.5 લાખ સુધીની આવક પરનો વેરો દર શૂન્ય ટકા છે. 2.5.-5 લાખનો વેરો દર 5 ટકા છે, જેની પર હાલમાં મુક્તિ આપવામાં આવી રહી છે.

 

સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર 

2019ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી હતી. ખરેખર બજેટ 2018માં 40 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શનથી પગારદાર વર્ગને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પરિવહન ભથ્થા હેઠળ 19,200 રૂપિયાને બદલે અને મેડીકલ ઈન્વેસ્ટમેન્ટ તરીકે 1,50,000 રૂપિયા નાબૂદ કરવામાં આવ્યા હતા. આ હોવા છતાં 5,800 રૂપિયાની રાહત મળી હતી. વચગાળાના બજેટની જાહેરાત 1 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી, જેમાં તેની મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

 

મહેસૂલ વિભાગ અંતિમ નિર્ણય લેશે

માનવામાં આવી રહ્યું છે કે સરકાર સતત વધતી માંગ વચ્ચે આ બજેટમાં મુક્તિ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. જો કે આ સંદર્ભે અંતિમ નિર્ણય મહેસૂલ વિભાગની સલાહ સાથે લેવામાં આવશે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે કરદાતાઓને રાહત આપવા માટે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂપિયા 50 હજારથી વધારી શકે છે.

 

આરોગ્ય વીમામાં રાહતની માંગ

કોરોનાને લીધે મેડિકલ ઈન્સ્યોરન્સમાં નોંધપાત્ર વધારો થયો છે, સાથે સાથે પ્રીમિયમ ચાર્જમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2018-19માં સરકારે મેડિકલ ઈન્સ્યોરન્સ પરની મુક્તિને દૂર કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો અમલ કર્યો હતો. આવી સ્થિતિમાં મેડિકલ ઈન્સ્યોરન્સની વધતી માંગને કારણે આ રીતે રાહતની અપેક્ષા છે. શક્ય છે કે આ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75 હજાર રૂપિયા અથવા 1 લાખ રૂપિયા કરવામાં આવશે.

 

સરકાર કમાણી માટેના નવા વિકલ્પો પર કામ કરી રહી છે

જો સરકારની કમાણીની વાત કરવામાં  આવે તો તેને નવા વિકલ્પ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સરકારે આ વર્ષે સ્પેક્ટ્રમની હરાજી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગયા મહિને કેન્દ્રીય કેબિનેટે 3.92 લાખ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની બેઝ પ્રાઈસ પર હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હરાજીમાં ભાગ લેવા ટેલિકોમ કંપનીઓએ 5 ફેબ્રુઆરી સુધીમાં અરજી સબમિટ કરવાની રહેશે. આ સિવાય PSU નોન-કોર સંપત્તિ વેચવાની પણ યોજના ધરાવે છે. આ માટે એક અલગ પોર્ટલ શરૂ કરવામાં આવશે. સરકાર આના માધ્યમથી ઓછામાં ઓછા 10 હજાર કરોડનું ભંડોળ એકત્રિત કરશે.

 

આ પણ વાંચો: રામમંદિર નિર્માણ માટે ધન સંચય અભિયાન આવતીકાલથી શરૂ કરાશે