BRICS Summit : PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર

|

Oct 23, 2024 | 8:28 AM

PM Modi and Xi Jinping Bilateral Talk : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા. બુધવારે પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ વાતની પુષ્ટિ કરી છે.

BRICS Summit : PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર
PM Modi and Xi Jinping Bilateral Talk

Follow us on

BRICS Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. અહીં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ રશિયાના પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. હવે પીએમ મોદી બુધવારે એટલે કે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.

આ બેઠક ઘણી મહત્વની રહેશે. ભારત અને ચીનના સંબંધોમાં જે કડવાશ લાંબા સમયથી ચાલી રહી છે તે તાજેતરના સમયમાં ઘટી છે. આવી સ્થિતિમાં બંને નેતાઓની આ મુલાકાત પર દુનિયાની નજર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ

આજે થશે દ્વિપક્ષીય વાતચીત

મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાની પુષ્ટિ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, બુધવારે બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.

પીએમ મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

પુતિન સાથે મુલાકાત અને મુલાકાત બાદ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે, પીએમએ આ દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વધતા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોની સુરક્ષા અને નાગરિકોને થતા નુકસાનને રોકવા માટે ભારતના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.

નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન અંગે પણ ચર્ચા થઈ હતી

વિદેશ સચિવે કહ્યું કે, આ દરમિયાન પીએમ મોદીએ તણાવ ઘટાડવા માટે વાતચીત અને કૂટનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પ્રદેશમાં શાંતિ અને સંવાદિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાન અંગે પણ ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય ચાલુ રાખવાની સાથે-સાથે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના મુદ્દા પર પણ વાત કરી છે.

Next Article