Breaking News: TMC સાંસદ મહુઆ મોઈત્રાએ BJDના આ દિગ્ગજ નેતા સાથે લીધા સાત ફેરા, જર્મનીમાં ગુપચુપ કરી લીધા લગ્ન
TMC સાંસદ મહુઆ મોઈત્રા મમતા બેનર્જીને લઈને મોટા સમાચાર સામ આવ્યા છે. મહુઆ મોઈત્રાએ BJDના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કરી લીધા છે. મહુઆ મોઈત્રા TMC ની સાંસદ છે અને પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટનું પ્રતિનિધિત્વ કરે છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા ફરી એકવાર લગ્નગ્રંથિથી જોડાયા છે. તેમણે બીજુ જનતા દળ (BJD) ના નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. રાજકીય જગતના બંને દિગ્ગજોએ જર્મનીમાં લગ્ન કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા મહુઆ મોઇત્રાના લગ્ન 30 મેના રોજ થયા હતા. મહુઆના પતિ પિનાકી મિશ્રા ઓડિશાના પુરીથી સાંસદ રહી ચૂક્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં તેમને ભાજપના સંબિત પાત્રા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી સ્પષ્ટવક્તા સાંસદોમાંના એક મહુઆ મોઇત્રાના આ બીજા લગ્ન છે. અગાઉ, મહુઆએએ ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા હતા, જેમને તેણીએ છૂટાછેડા આપી દીધા હતા. મહુઆ મોઇત્રા TMCની ટિકિટ પર બીજી વખત લોકસભામાં પહોંચ્યા છે. તે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
સાંસદ બન્યા પહેલા મહુઆ કરીમપુરથી ધારાસભ્ય હતા. તેમણે 2016 થી 2019 સુધી કરીમપુરનું પ્રતિનિધિત્વ કરતા પશ્ચમ બંગાળ વિધાનસભાના સદસ્ય તરીકે કામ કર્યુ હતુ.
કોણ છે મહુઆ મેઈત્રી
મહુઆ મોઈત્રાનો જન્મ 12 ઓક્ટોબર 1974 માં આસામ માં થયો, સાંસદ ઉપરાંત તેમની ઓળખ અર્થશાસ્ત્રી તરીકેની રહી ચે. તેમણે અમેરિકાના મેસાચુસેટ્સ પણ પણ શિક્ષણ લીધુ હતુ. મોઈત્રાને 1998માં મેસાચુસેટ્સમાં માઉંટ હોલેકે કોલેજ સાઉથ હેડલીમાં અર્થશાસ્ત્ર અને ગણિતમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
રાજકારણમાં જોડાતા પહેલા મહુઆ લંડનની બેંકમાં બેંકર હતા. તેમણે 2009માં રાજકારણમાં પ્રવેશ બાદ તેમણે લંડનમાં જેપી મોર્ગન ચેઝમાં ઉપપ્રમુખ પદ છોડી દીધું હતું.
પિનાકી મિશ્રા પુરીથી સાંસદ રહી ચૂક્યા છે
પિનાકી મિશ્રા વિશે વાત કરીએ તો, તેઓ પુરીથી BJD (બીજુ જનતા દળના) સાંસદ રહી ચુક્યા છે. તેમનો જન્મ 23 ઓક્ટોબર 1959ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. પિનાકીના પણ આ બીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન 16 જાન્યુઆરી 1984ના રોજ થયા હતા. તેમની પહેલી પત્નીથી તેમને બે બાળકો છે. પિનાકી વકીલ તરીકે જાણીતા છે.
તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. પિનાકી બીજેડીના દિગ્ગજ નેતાઓમાંના એક છે. 1996માં તેઓ પહેલી વાર સાંસદ બન્યા. આ પછી, તેમણે 2009ની ચૂંટણી જીતી અને બીજી વાર લોકસભામાં પહોંચ્યા.
તેમણે 2014ની ચૂંટણી પણ જીતી. 2019ની ચૂંટણીમાં તેમણે ભાજપના સંબિત પાત્રાને હરાવ્યા, પરંતુ 2024ની ચૂંટણીમાં પિનાકી પાત્રા સામે હારી ગયા હતા..