AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીએમસીને ઝટકો, સુસ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદો હોવાની માહિતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. વધુમાં, બે રાજ્યસભા સાંસદો (સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ) એ પણ રાજીનામું આપી દીધું છે. સયાની ઘોષ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારથી ટીએમસી સાંસદ છે.

Breaking News: ટીએમસીને ઝટકો, સુસ્મિતા દેવે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદો હોવાની માહિતી
| Updated on: Jun 10, 2026 | 12:46 PM
Share

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. પાર્ટીને વધુ એક મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે રાજ્યસભાના સાંસદ સુષ્મિતા દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામા બાદ તેમની આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથમાં કુલ 20 લોકસભા સાંસદોનો સમાવેશ થાય છે. જેમાં સયાની ઘોષ અને સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે. વધુમાં, બે રાજ્યસભા સાંસદો (સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ) એ પણ રાજીનામું આપી દીધું છે. સયાની ઘોષ બંગાળના જાદવપુર લોકસભા મતવિસ્તારથી ટીએમસી સાંસદ છે.

કોંગ્રેસથી ટીએમસી સુધીની રાજકીય સફર

સુષ્મિતા દેવ 2021માં કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં તેઓ મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના પ્રવક્તા તરીકે મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. ટીએમસીમાં જોડાયા બાદ તેઓ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા અને બાદમાં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. જોકે હવે તેમના રાજીનામાએ મમતા બેનર્જીની પાર્ટીમાં આંતરિક અસંતોષ વધુ સ્પષ્ટ કરી દીધો છે.

બળવાખોર નેતાઓના દાવાથી વધ્યું દબાણ

આ પહેલા પણ ટીએમસીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપ્યું હતું. બીજી તરફ, બળવાખોર નેતા ઋતાબ્રત બેનર્જીના સમર્થનમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો ખુલ્લેઆમ સામે આવ્યા છે. ટીએમસીના બળવાખોર સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો છે કે પાર્ટીના આશરે 20 સાંસદો NDAમાં જોડાવા ઇચ્છે છે અને આ અંગેનો પત્ર લોકસભા અધ્યક્ષને પણ સોંપવામાં આવ્યો છે.

કલ્યાણ બેનર્જીનો બળવાખોર જૂથ પર પ્રહાર

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ટીએમસીના વરિષ્ઠ નેતા કલ્યાણ બેનર્જીએ બળવાખોર જૂથ પર પ્રહાર કરતા કહ્યું કે જો કોઈ નેતા પાર્ટીથી અસંતુષ્ટ હોય તો તેણે નૈતિકતા દાખવીને પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે 20 સાંસદોના સમર્થનના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. બેનર્જીએ કહ્યું કે જો ખરેખર એટલા સાંસદો સમર્થનમાં હોય તો તેમના નામ જાહેર કરવા જોઈએ.

મમતા બેનર્જી સામે સૌથી મોટો પડકાર

વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જી માટે પડકારો વધી રહ્યા છે. અનેક નેતાઓ અને સાંસદોના બળવાખોર વલણ વચ્ચે હવે સૌથી મોટો પડકાર પાર્ટીની એકતા જાળવી રાખવાનો છે. આગામી દિવસોમાં લોકસભા અધ્યક્ષના નિર્ણય અને બળવાખોર જૂથના આગળના પગલાં પર સૌની નજર ટકેલી છે. ટીએમસી માટે આ રાજકીય સંકટ કેટલું ગંભીર બને છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો- Breaking News : મેઘરાજાની તોફાની બેટિંગ! દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે મેઘમહેર! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">