AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ‘ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ જનતા ફરિયાદ કરી શકે છે’

ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા કે મહત્વપૂર્ણ તથ્યો છુપાવવા બદલ ચૂંટાયેલા ઉમેદવારો સામે સામાન્ય નાગરિકો પણ સીધી ફોજદારી ફરિયાદ કરી શકે છે, તેવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ માટે ચૂંટણી પંચની ફરિયાદ હોવી અનિવાર્ય નથી.

Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, ‘ચૂંટણી એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ જનતા ફરિયાદ કરી શકે છે’
| Updated on: Oct 17, 2026 | 3:52 PM
Share

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતાં જણાવ્યું છે કે, ચૂંટણી એફિડેવિટ (સોગંદનામા) માં ખોટી માહિતી આપવા અથવા મહત્વપૂર્ણ તથ્યો છુપાવવા બદલ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સામાન્ય નાગરિકો પણ ફોજદારી ફરિયાદ દાખલ કરાવી શકે છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે આવા મામલાઓમાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 195 હેઠળના પ્રતિબંધો ફરિયાદ નોંધવામાં અડચણરૂપ બનશે નહીં.

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) ની કલમ 125A હેઠળના ગુનાના આરોપમાં સામાન્ય નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને માત્ર એ આધાર પર રદ ન કરી શકાય કે તે ફરિયાદ ચૂંટણી પંચ અથવા કોઈ અધિકૃત સરકારી અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી નથી.

પીઠે સ્પષ્ટતા કરી કે જો કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિને જાણીજોઈને હેરાન કરવાના બદઈરાદાથી ખોટી કે પાયાવિહોણી ફરિયાદ દાખલ કરવામાં આવશે, તો સક્ષમ મેજિસ્ટ્રેટ પરિસ્થિતિ અને તથ્યો મુજબ યોગ્ય કાનૂની પગલાં લેવા માટે સંપૂર્ણપણે અધિકૃત છે.

શું હતો સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો કર્ણાટકના રહેવાસી રાજકુમાર માડકીની અપીલ પર આપ્યો છે. તેમણે બીદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય શૈલેન્દ્ર બેલદાલે સામે વર્ષ 2023 ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાના રહેઠાણના સરનામા અંગે ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.

રાજકુમાર માડકીએ આ મામલે બેંગલુરુની અદાલતમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જોકે, કર્ણાટક હાઈકોર્ટે 7 માર્ચ 2025 ના રોજ એવી ટિપ્પણી સાથે ફરિયાદ રદ કરી દીધી હતી કે આવી કાનૂની કાર્યવાહી માત્ર ચૂંટણી પંચની સત્તાવાર ફરિયાદના આધારે જ શરૂ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે આ કાનૂની પ્રશ્ન પર સ્પષ્ટતા કરીને સામાન્ય નાગરિકોની ખાનગી ફરિયાદોને કાયદેસર ગણાવી છે, જોકે કોર્ટે ધારાસભ્ય શૈલેન્દ્ર બેલદાલે સામે અગાઉ રદ કરાયેલી કાર્યવાહીને ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો નથી.

Breaking: આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">