AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શપથ લેવડાવ્યા હતા.

Breaking News: સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ
CM Siddaramaiah
| Updated on: May 20, 2023 | 1:25 PM
Share

કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શપથ લેવડાવ્યા હતા.

જી પરમેશ્વરાએ મંત્રી તરીકે શપથ લીધા

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પછી જી પરમેશ્વરે મંત્રી તરીકે શપથ લીધા.

એમ.બી. પાટીલે મંત્રી તરીકે શપથ લીધા

એમ.બી. પાટીલે પદના શપથ લીધા. તેઓ મજબૂત લિંગાયત નેતા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સિદ્ધારમૈયાની ખૂબ નજીક છે. ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા.

ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા સતીશ ફરી કેબિનેટમાં સામેલ થયા

સતીશ જરકીહોલીએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ KPCCના કાર્યકારી પ્રમુખ છે. પૂર્વ વન પર્યાવરણ મંત્રી નાયક સમુદાયમાંથી આવે છે. તેઓ ત્રણ વખત મંત્રી રહી ચૂક્યા છે. તેમની પાસે સુગર મિલ સહિત અનેક શાળાઓ છે. તેઓ 2008માં કોંગ્રેસમાં જોડાયા હતા.

ખડગેના પુત્ર પ્રિયાંકે મંત્રી પદના શપથ લીધા

ચિત્તપુરથી ત્રીજી વખત ધારાસભ્ય બનેલા પ્રિયાંકે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનના પુત્ર છે. તેઓ 2016માં સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી હતા. 1998માં તેમણે વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ 38 વર્ષની વયે મંત્રી બન્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં 42 રેલીઓ કરી હતી, જે રાહુલ અને પ્રિયંકા કરતા વધુ હતી.

શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી

કોણે કોણે લીધા મંત્રી પદના શપથ?

કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય સતીશ જરકીહોલી, ડો.જી. પરમેશ્વર, કેએચ મુનિયપ્પા, કેજે જ્યોર્જ અને એમબી પાટીલે નવી ચૂંટાયેલી કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">