Karnataka: સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે આ 8 ધારાસભ્યો લેશે શપથ, મલ્લિકાર્જુન ખડગેના પુત્રનું નામ પણ સામેલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓને આમંત્રણ આપ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે કર્ણાટક પહોંચશે. આ સિવાય અન્ય તમામ વિરોધ પક્ષોના નેતાઓ પણ આજે કોંગ્રેસના મંચ પર જોવા મળી શકે છે.
કર્ણાટકમાં કોંગ્રેસની (Congress) જંગી જીત અને એક અઠવાડિયા સુધી ચાલેલી ખુરશીની લડાઈ બાદ સિદ્ધારમૈયા આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ડીકે શિવકુમાર તેમના ડેપ્યુટી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ બપોરે 12.30 કલાકે થવાનું છે. આ દરમિયાન કેટલાક એવા ધારાસભ્યોના નામ સામે આવ્યા છે, જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે.
મલ્લિકાર્જુન ખડગેએ 8 નામોને મંજૂરી આપી, જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 8 નામોને મંજૂરી આપી છે, જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે. મંત્રીઓની યાદી સમુદાય, પ્રદેશ, જૂથના પ્રતિનિધિઓ અને જૂના અને નવી પેઢીના ધારાસભ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સિદ્ધારમૈયા કુરુબા સમુદાયમાંથી આવે છે અને ડીકે શિવકુમાર વોક્કાલિંગા છે. આ સિવાય લિંગાયત, ખ્રિસ્તી, આદિવાસી, મુસ્લિમ, રેડ્ડી, દલિત તમામને પ્રથમ યાદીમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
આ 8 ધારાસભ્યો કર્ણાટક સરકારમાં મંત્રી હશે
આઠ નામોમાં જી પરમેશ્વર (એસસી), કેએચ મુનિયપ્પા (એસસી), પ્રિયાંક ખડગે (એસસી), કેજે જ્યોર્જ (લઘુમતી-ખ્રિસ્તી), એમબી પાટીલ (લિંગાયત), સતીશ જારકીહોલી (એસટી-વાલ્મિકી), રામલિંગા રેડ્ડી (રેડ્ડી)નો સમાવેશ થાય છે. મુસ્લિમ સમુદાયના બીઝેડ ઝમીર અહેમદ ખાન મંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે હાજર રહેશે. પ્રિયાંક ખડગે તેમના પુત્ર છે, આજે કર્ણાટક સરકારમાં મંત્રી બનશે.
આ પણ વાંચો : Siddaramaiah Swearing-In: સિદ્ધારમૈયાના ભવ્ય શપથની તૈયારી, મંચ પર જોવા મળશે વિપક્ષી એકતા
બિહાર-તમિલનાડુના સીએમ શપથ ગ્રહણમાં પહોંચશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અનેક નેતાઓને આમંત્રણ આપ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે કર્ણાટક પહોંચશે. આ સિવાય અન્ય તમામ વિરોધ પક્ષોના નેતાઓ પણ આજે કોંગ્રેસના મંચ પર જોવા મળી શકે છે.
કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત સરકાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને 8 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં દરેક લોકો હાજરી આપી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ માટે રવાના થતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત સરકાર સત્તામાં આવી છે. તેનાથી કર્ણાટકને ફાયદો થશે અને દેશમાં સારું વાતાવરણ સર્જાશે.