Breaking News : 10 દિવસ, 3 ફરિયાદો, હજુ સુધી FIR કેમ થઈ નથી, રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનો ચઢાવો કોણે ચોર્યા?
ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરના દાનની કથિત ચોરીનો મામલો વધુ ગરમાયો છે. જેનાથી ભારતના કરોડો રામ ભક્તો દુખી છે અને ગુસ્સે પણ છે. આ ગુસ્સોએ વાત પર છે કે, 2 કરોડની રિકવરી થઈ ગઈ છે.એસઆઈટીએ તપાસ શરુ કરી દીધી પરંતુ અત્યારસુધી એફઆઈઆર થઈ નથી.

ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરના દાનની કથિત ચોરીનો મામલો ગરમાયો છે. જેનાથી ભારતના કરોડો રામ ભક્તો દુખી છે. તેમજ તેઓ ખુબ ગુસ્સે છે. આ ગુસ્સો છે એ લોકો વિરુદ્ધ જેમણે મંદિરના ચઢાવાની ચોરી કરી છે. આ ગુસ્સોએ વાત પર છે કે, 2 કરોડની રિકવરી થઈ ગઈ છે. એસઆઈટીએ તપાસ શરુ કરી છે પરંતુ હજુ સુધી ફરિયાદ થઈ નથી. સવાલ એ છે કે, એફઆઈઆર ક્યારે નોંધાશે. હવે ક્યારે FIR નોંધતા કોણ રોકી રહ્યું છે, FIRમાં આટલા વિલંબ પાછળ કોણ છે?
SIT 8 કલાક સુધી રામ મંદિરના પરિસરમાં રહી
છેલ્લા કેટલાક દિવસથી આરોપ અને નિવેદનોના તોફાન બાદ તપાસ ચાલી રહી છે. SIT સોમવાર બપોરે 2:50 કલાકથી તપાસ શરુ કરી છે.ત્યારબાદ મોડી સાંજે અંદાજે સાડા દસ કલાકે રામ મંદિરની બહાર નીકળ્યા હતા. એસઆઈટીની ટીમ અંદાજે 8 કલાક સુધી રામ મંદિરના પરિસરમાં રહી હતી.SITએ તમામ દાન પાત્રો પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી છે. દાનપાત્રમાંથી નીકાળવામાં આવતા કેસ અને તેના કાઉન્ટિંગની જાણકારી લીધી છે.
દાન ચોરીના કેસમાં 36 લોકોની પૂછપરછ
દાન ચોરીના કેસમાં 36 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. રામ મંદિર ટ્રસ્ટના કેટલાક અધિકારીઓ, કેટલાક બેંક કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. SIT ટીમે 2021 થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટની પણ તપાસ કરી હતી. રામ મંદિર ટ્રસ્ટના ખાસ આમંત્રિત ગોપાલજી રાવની બે કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
200 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત
રામ મંદિર ચઢાવાની ચોરી મામલે 3 ફરિયાદ નોંધાય છે. એક ફરિયાદ રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા સંતોષ દુબે દ્વારા, બીજી ફરિયાદ યુપી કરણી સેનાના વડા અભિનવ સિંહ દ્વારા અને ત્રીજી ફરિયાદ યુથ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવી હતી.ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓએ 200 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી છે. આરોપીઓ સામે FIR દાખલ થવી જોઈએ, તેમની ધરપકડ થવી જોઈએ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા જોઈએ.મંદિરના પ્રસાદની ચોરીનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે, ત્યારે રામ મંદિરના નિર્માણ માટે જમીન સંપાદન દરમિયાન પણ અનિયમિતતાઓ અને કૌભાંડો થયા હતા.
રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. અહી ક્લિક કરો
