AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PM મોદીએ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, ટ્વીટ કર્યો VIDEO

વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા જ કહ્યું હતું કે 1લી ઓક્ટોબરે સવારે 10 વાગ્યે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે પીએમે 'એક તારીખ, એક કલાક એક સાથે' સ્લોગન આપ્યું. જેના અંતર્ગત આજે અલગ અલગ જગ્યાઓ પર રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ જાહેર જગ્યાઓ પર સફાઈની કામગીરી કરી સાથે જ લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા.

Breaking News: PM મોદીએ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, ટ્વીટ કર્યો VIDEO
| Updated on: Oct 01, 2023 | 1:19 PM
Share

સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આજે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. જેનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. રેસલર અંકિત બયાનપુરિયા પણ વડાપ્રધાનની સાથે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં શ્રમદાન કર્યુ. આજે દેશમાં વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ જ ગાંધી જયંતીના એક દિવસ પહેલા 1 કલાકનું શ્રમદાન કરવાની અપીલ તમામ લોકોને કરી હતી. જેમાં ધાર્મિક સ્થળો, જાહેર જગ્યાઓ, રેલવે સ્ટેશન સહિત ઘણી જગ્યા પર લોકો શ્રમદાન કરશે.

વડાપ્રધાન મોદીએ શ્રમદાનનો વીડિયો કર્યો પોસ્ટ 

(Credit- narendra modi tweet) 

નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન અને રેસલર અંકિત સાથે એક પાર્કની સફાઈની કામગીરી કરી રહ્યા છે, સ્વચ્છતાની સાથે જ અંકિત અને વડાપ્રધાન ફિટનેસ વિશે પણ વાતચીત કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ બે દિવસ પહેલા જ કહ્યું હતું કે 1લી ઓક્ટોબરે સવારે 10 વાગ્યે સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે પીએમે ‘એક તારીખ, એક કલાક એક સાથે’ સ્લોગન આપ્યું. જેના અંતર્ગત આજે અલગ અલગ જગ્યાઓ પર રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ જાહેર જગ્યાઓ પર સફાઈની કામગીરી કરી સાથે જ લોકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા.

આ પણ વાંચો: ‘હિન્દુ એ છે…’, રાહુલ ગાંધીએ સત્યમ શિવમ સુંદરમ લખીને ધર્મ પર દોઢ પાનાનો લેખ શેર કર્યો

ટુંકાગાળામાં મોટા મિશનમાં બદલાઈ ગયો સ્વચ્છતાનો સંદેશ

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ 2014માં દેશની ગાદી સંભાળી એટલે કે પ્રથમવાર વડાપ્રધાન બન્યા ત્યારે દેશવાસીઓને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. જે ટુંકાગાળામાં મોટા મિશનમાં બદલાઈ ગયુ. વડાપ્રધાન મોદીના આ સંદેશને કરોડો દેશવાસીઓ સ્વીકાર્યો અને લોકો ખુબ જ ઉત્સાહભેર તેમાં ભાગ લઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">