AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news મુસાફરોને ટ્રેનની ટિકિટ બુક કરવામાં થઈ રહી છે પરેશાની, IRCTCએ આપ્યું આ કારણ

IRCTC Not Working:IRCTC સર્વર ડાઉન છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને આ જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે ટિકિટનું બુકિંગ નથી થઈ રહ્યું.

Breaking news મુસાફરોને ટ્રેનની ટિકિટ બુક કરવામાં થઈ રહી છે પરેશાની, IRCTCએ આપ્યું આ કારણ
| Updated on: Jul 25, 2023 | 11:06 AM
Share

IRCTC નો ઉપયોગ કરતા મુસાફરો ટિકિટ બુકિંગ અને પેમેન્ટ દરમિયાન આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. IRCTCનું કહેવું છે કે ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને IRCTC એપ અને વેબસાઇટ બંને પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : IRCTC tour Package : માત્ર 17 હજારમાં કરો માતા વૈષ્ણો દેવી સહિત અનેક ધાર્મિક સ્થળોના દર્શન, આ પેકેજમાં મળશે અનેક સુવિધાઓ

ટ્રેન ટિકિટ બુકિંગ માટે IRCTC વેબસાઇટ ડાઉન છે. જેના કારણે રેલ યાત્રા માટે ટિકિટ બુક કરાવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ છે, જેના પર ટેકનિકલ ટીમે કામ શરૂ કરી દીધું છે. IRCTCનું કહેવું છે કે આ સમસ્યા થોડા સમયમાં ખતમ થઈ શકે છે. હાલમાં આઈઆરસીટીસી દ્વારા કસ્ટમર કેર નંબર આપવામાં આવ્યા છે, જેના પર ગ્રાહકો કોલ કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. આ નંબરો છે- 14646,0755-6610661 અને 0755-4090600. આ સિવાય etickets@irctc.co.in પર પણ મેઈલ કરી શકાય છે.

IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી

IRCTC વેબસાઇટ પર નોટિફિકેશન દેખાય છે. તે જણાવે છે કે મેન્ટેન એક્ટિવિટીના કારણે ઈ-ટિકિટ સેવા ઉપલબ્ધ નથી. થોડા સમય પછી પ્રયાસ કરો. ટિકિટ કેન્સલેશન માટે કસ્ટમર કેર નંબર પણ આપવામાં આવ્યો છે. IRCTCએ પણ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. IRCTCએ કહ્યું, ‘ટેકનિકલ કારણોસર અમારી ટિકિટ સેવા ઉપલબ્ધ નથી. અમારી ટેકનિકલ ટીમ સમસ્યાના ઉકેલ માટે કામ કરી રહી છે. આ સમસ્યાનો અંત આવતા જ અમે તમને જાણ કરીશું.

જો તમે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ટિકિટ કેન્સલ કરવા માંગતા હોવ અથવા TDR ફાઈલ કરવા માંગતા હો, તો તમે આ નંબરો 14646, 0755-6610661 અને 0755-4090600 પર કૉલ કરી શકો છો. તમે આ ઈમેલ આઈડી etickets@irctc.co.in પર પણ મેઈલ કરી શકો છો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">