AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચા-કોફી પીવી મોંઘી પડશે, મધર ડેરીએ પ્રતિ લિટર 2-4 રૂપિયાનો વધારો કર્યો

મધર ડેરીએ છેલ્લા 6 મહિનામાં બીજી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો ગુરુવારથી અમલમાં આવશે, ભાવ પ્રતિ લિટર 2-4 રૂપિયા સુધી રહેશે. ચાલો નવી અપડેટ્સ પર એક નજર કરીએ.જાણો દરેક પેકેટમાં કેટલો વધારો થયો છે.

Breaking News :  ચા-કોફી પીવી મોંઘી પડશે, મધર ડેરીએ પ્રતિ લિટર 2-4 રૂપિયાનો વધારો કર્યો
| Updated on: Nov 11, 2026 | 1:07 PM
Share

સામાન્ય લોકોના ખીસ્સા પર વધુ એક ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોસ્ટ વધવાના કારણે મધર ડેરીએ દૂધની કિંમતોમાં 2-4 રુપિયા પ્રતિ લિટરે વધારો થયો છે. જે ગુરુવારથી લાગુ થશે. દિલ્હી એનસીઆરમાં દૂધની સૌથી મોટી સપ્લાયર મધર ડેરીએ છેલ્લી વખત 14 મે 2026ના રોજ કિંમતમાં વધારો કર્યો હતો. આ પહેલા એપ્રિલ 2025માં કિંમતોમાં ફેરફાર થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર મધર ડેરીએ પોતાના લિક્વિડ દૂધના પ્રકારોની કિંમતોમાં 2 થી 4 રુપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. જે 12 નવેમ્બરથી લાગુ થશે.

ભાવમાં કેમ વધારો થયો

મધર ડેરીના પ્રવક્તાએ આના પર કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે. સુત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે કંપનીએ વધેલા ખર્ચનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખવો પડ્યો છે. મધર ડેરીએ પોતાના દૂધના વેચાણની કમાણીનો 75 થી 80 ટકા ભાગ ખેડૂતોને આપે છે. કંપની દિલ્હી એનસીઆર બજારમાં પોતાના આઉટલેટ,જનરલ ટ્રેડ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા રોજના અંદાજે 35 લાખ લીટર દુધ વેચે છે. કુલ કંપની દરરોજ 50 લાખ લીટરથી વધારે દુધ વેંચે છે.

Breaking News : તહેવારોમાં AIથી ખેલાતો છેતરપિંડીનો ખેલ, હવે સાયબર ગઠિયાઓ પણ કરી રહ્યા છે ટેક્નોલોજીનો ઉપયોગ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">