Breaking News Terrorist Attack : જમ્મુમાં યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો, પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
Terrorists Open Fire On Bus In Jammu and Kashmir : શિવખોડીથી કટરા જઈ રહેલી એક પેસેન્જર બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે.

Terrorist Attack : જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. જેના કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી. આ ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 33 ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો પોની વિસ્તારના તેરાયાથ ગામમાં ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું
એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું, “પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી. “આ ઘટનામાં 33 લોકો ઈજાગ્રસ્ચ થયા છે અને 9 લોકોના મોત થયા છે.”
ઘણા લોકોના થયા છે મોત
તેમણે કહ્યું કે, હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી. શિવઘોડી તીર્થસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે. ડીસી રિયાસીએ જણાવ્યું કે આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે.
તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેઓએ બસ પર હુમલો કર્યો હતો. જેના કારણે ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડામાં પડી હતી. તમને જણાવી દઈએ કે શિવઘોડીમાં ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે. કટરા નગર ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણો દેવી મંદિર માટે આધાર શિબિર તરીકે સેવા આપે છે.
અમિત શાહે પણ ટ્વીટ કરીને આતંકવાદી હુમલાની નિંદા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર થયેલા આતંકવાદી હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પાસેથી સંપૂર્ણ માહિતી લીધી હતી. આ માહિતી આપતાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આ ઘૃણાસ્પદ કૃત્યની પાછળ છે તેમને ટૂંક સમયમાં સજા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
I strongly condemn the cowardly terror attack on a bus in Reasi. My condolences to the family members of the martyred civilians. Our security forces and JKP have launched a joint operation to hunt down the terrorists.
— Office of LG J&K (@OfficeOfLGJandK) June 9, 2024
(Credit Source : @OfficeOfLGJandK)
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ શિવખોડીથી પરત ફરી રહેલી બસને નિશાન બનાવી છે. આ બસમાં 40 થી 50 મુસાફરો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ બસ પર 20 થી 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી બસ ડ્રાઇવરને પણ વાગી હતી. બસ ડ્રાઇવરને ગોળી માર્યા બાદ બસ ઊંડી ખાઈમાં પડી હતી અને આ અકસ્માત થયો હતો.
PM મોદીએ ઘટનાની જાણકારી લીધી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની માહિતી લીધી અને મને સતત સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જે પણ હશે તેને જલ્દી સજા કરવામાં આવશે. વડા પ્રધાને એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવે.
ગુનેગારોને છોડવામાં આવશે નહીં : અમિત શાહ
Deeply pained by the incident of the attack on pilgrims in Reasi, J&K. Spoke to the Lieutenant Governor and the DGP, J&K, and inquired about the incident. The culprits of this dastardly attack will not be spared and will face the wrath of the law. The local administration is…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) June 9, 2024
(Credit Source : @AmitShah)
કેન્દ્રીય મંત્રી અમિત શાહે લખ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી મેળવી. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને કાયદાના રોષનો સામનો કરવો પડશે.
તેમણે લખ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. ભગવાન મૃતકના પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું.