AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : ધ્રુવ રાઠી સામે જૂના કેસમાં એક્શનની માંગ- ભગવાન રામ વાળા વીડિયો પર શું છે વિવાદ..! કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે ?

ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન કૃષ્ણ પર બનાવેલા જૂના વિવાદિત વીડિયોને લઈને યુટ્યુબર ધ્રુવ રાઠી સામે કાયદાકીય ગાળિયો કસાયો છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ BNS 2023 ની કલમ 196 અને 299 હેઠળ FIR નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.

Breaking news : ધ્રુવ રાઠી સામે જૂના કેસમાં એક્શનની માંગ- ભગવાન રામ વાળા વીડિયો પર શું છે વિવાદ..! કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે ?
| Updated on: Oct 12, 2026 | 8:11 PM
Share

ધ્રુવ રાઠી હાલ ભારતમાં છે ત્યારે આ મામલે વિવાદ ફરી ગરમાયો છે. તાજો મામલો માર્ચ 2026માં યુટ્યુબ પર અપલોડ કરાયેલા એક વિડિયો સાથે જોડાયેલો છે, જેમાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન શ્રીકૃષ્ણના આહાર અને ખાનપાનને લઈને કરાયેલા કથિત દાવાઓ સામે વિરોધ નોંધાવાયો છે. ફરિયાદકર્તાનો આરોપ છે કે આ વિડિયોમાં હિન્દુ ધર્મગ્રંથોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને સનાતન ધર્મના અનુયાયીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.

હિન્દુઓની આસ્થા પર રાઠીની વિવાદિત ટિપ્પણીનો આરોપ

આ સમગ્ર વિવાદ ધ્રુવ રાઠીના 21 માર્ચ 2026ના યુટ્યુબ વિડિયોથી શરૂ થયો હતો, જેનું શીર્ષક “Can Hindus Eat Beef?” હતું. ફરિયાદકર્તા મુજબ, વિડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ મામલે 22 માર્ચ 2026ના રોજ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવીને BNS ની કલમ 196 અને 299 હેઠળ FIR દાખલ કરવા રજૂઆત કરાઈ હતી.

અદાલતે દિલ્હી પોલીસ પાસે માંગ્યો રિપોર્ટ

જૂન 2026માં સાકેત કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી આ વિવાદમાં ‘એક્શન ટેકન રિપોર્ટ’ માંગ્યો હતો. 10 સપ્ટેમ્બર 2026ના રોજ પોલીસે કોર્ટને જણાવ્યું કે આ કેસની તપાસ હાલ ચાલુ છે. પોલીસે ગૂગલ અને યુટ્યુબ પાસેથી વિડિયો અને ચેનલ સંબંધિત જરૂરી ટેકનિકલ માહિતી માંગી હતી, જેની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ ગ્રીવાન્સ અપીલેટ કમિટી (GAC) દ્વારા વિડિયો હટાવવાના આદેશ અપાયા હતા અને યુટ્યુબે ભારતમાં આ વીડિયોનો એક્સેસ મર્યાદિત કરી દીધો હતો.

BNS ની કલમ 196 અને 299 હેઠળ કેટલી સજા થઈ શકે?

  • કલમ 196: ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 વિવિધ ધર્મો કે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવા અને સામાજિક સૌહાર્દ બગાડવા સામે કાર્યવાહી કરે છે. આ જોગવાઈ હેઠળ દોષિત સાબિત થવા પર 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે. પૂજા સ્થળો સંબંધિત અપરાધમાં આ સજા 5 વર્ષ સુધી વધી શકે છે.
  • કલમ 299: જાણીજોઈને અને દૂષિત ઈરાદાથી ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં કલમ 299 લાગુ પડે છે, જેમાં 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ કલમો હેઠળ સજા ત્યારે જ થઈ શકે જ્યારે કાનૂની પ્રક્રિયા બાદ ગુનાના તમામ તત્વો અદાલતમાં સાબિત થાય.

Breaking News: દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો, મેટ્રો-ઇન્ટરનેટ ચાલુ રાખો- સુપ્રીમ કોર્ટે તિરસ્કાર મામલે સરકારને ફટકારી નોટિસ!

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">